પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધશે. રાજ્ય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં હવામાન વિભાગે ઓરેજ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. મોટા ભાગના વિસ્તારોમા ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર થશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું જોર વધશે.
તેમજ પવનની ઝડપ ૧૫ કિ.મી. પ્રતિકલાક નોંધાવા પામી હતી. આજે શહે૨નું મહતમ તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ નોંધાય તેવી શક્યતા છે. દ૨મ્યાન આજરોજ સવારે શહે૨માં ભેજવાળુ વાતાવ૨ણ ૨હેવા પામ્યુ હતું. આજે સવારે ૮.૩૦ કલાકે શહે૨નું તાપમાન ૨૯ ડિગ્રી નોંધાયુ હતું અને લઘુતમ તાપમાન ૨૬ ડિગ્રી ૨હેવા પામ્યુ હતું. તેમજ સવારે હવામાં ભેજ ૭૬ ટકા રહ્યો હતો અને પવનની ઝડપ સરેરાશ ૧૨ કી.મી. ૨હેવા પામી હતી.