અનિલ મટૂ એ જણાવ્યુ હતું કે "અમે સ્થાનિક સમુદાય માટે કટિબધ્ધ છીએ અને અહીં વિકાસલક્ષી કોઈ પણ પ્રયાસમાં સહયોગ આપતાં આનંદ અનુભવીએ છીએ. શાળામાં પૂરતા વર્ગખંડ નહી હોવાથી અમને જૂનાગામ અને નવચેતન વિકાસ મંડળ તરફથી પૂરતા વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે તે માટે સ્કૂલના મકાન બાંધકામમાં સહાય માટે વિનંતી મળી હતી. અમે આ દરખાસ્તનુ મૂલ્યાંકન કરીને સ્થાનિક વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિ માટે સહયોગ પૂરો પાડયો છે. સ્કૂલના નવા મકાનમાં 8 વર્ગખંડ, સ્ટાફ ઓફિસ, કોમ્પયુટર લેબ, લાયબ્રેરી, સેનિટેશન સુવિધા તથા અન્ય સગવડોનો સમાવેશ કરાશે.
નવચેતન ઈન્ટરનેશનલ સ્કૂલ આ વિસ્તારની એક માત્ર અંગ્રેજી માધ્યમની શાળા છે અને તેમાં હજીરા, જૂનાગામ, દામકા, મોરા, વાસવા, ભાટલાઈ, સુવાલી, કવાસ, અને રાજગીરી ગામના કુલ 455 વિદ્યાર્થીઓ ભણે છે. આ શાળાની ફી આ વિસ્તારમાં સૌથી ઓછી છે અને એએમ\એનએસ ઈન્ડીયાના કર્મચારીઓનાં ઘણાં સંતાનો પણ આ શાળામાં અભ્યાસ કરે છે.
આ શાળા પાસે બારમા ધોરણ સુધીના વર્ગો ચલાવવાની મંજૂરી છે પણ તેની પાસે વધુ વિદ્યાર્થી સમાવી શકાય તે માટે પૂરતા વર્ગખંડ કે માળખાકીય સુવિધાઓ નથી. કેટલાક વર્ગો હૉલમાં અને ખુલ્લામાં ચલાવાય છે. આથી યોગ્ય શિક્ષણ માટે અને વધુ વિદ્યાર્થીઓને સમાવી શકાય તે માટે વધારાના વર્ગખંડની તાતી જરૂર હતી. ગયા વર્ષે આવેલા તૌકતે વાવાઝોડામાં શાળાના હયાત મકાનને નુકશાન થયુ હતું.