ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વિજય રૂપાણીએ રાજ્યમાં દર વર્ષે વધતી જતી અંદાજે ૮ થી ૧૦ ટકા જેટલી વીજ માંગને પહોચી વળવા હવે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના ઉપયોગનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર રાજ્યમાં હવે કોઇ નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી સરકાર આપશે નહી.