ભાજપ અને આપ વચ્ચે શરૂ થયું ટ્વિટર વોર, શિક્ષણમંત્રીને આપ્યો ડીબેટનો ખુલ્લો પડકાર

ગુરુવાર, 24 માર્ચ 2022 (22:46 IST)
આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. જોકે  આપને પંજાબમાં મળેલી બમ્પર સફળતાનો ગુજરાતમાં પણ ફાયદો ઉઠાવવા માંગે છે. એવામાં પાર્ટીના ઘણા મોટા નેતાઓ પણ રાજ્યની મુલાકાત કરી રહ્યા છે. આ અંગે ભાજપ અને AAP વચ્ચે જોરદાર ચર્ચા જોવા મળી રહી છે. જણાવી દઈએ કે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રીને ચર્ચા માટે પડકાર ફેંક્યો છે.
 
જોકે દિલ્હીની કેજરીવાલ સરકાર પોતાની શિક્ષણ વ્યવસ્થાને વધુ સારી ગણાવી રહી છે. એક ટ્વિટમાં બીજેપીના ગુજરાત યુનિટે અરવિંદ કેજરીવાલ અને AAP પર નિશાન સાધ્યું અને કહ્યું, “શા માટે શિક્ષકો શાળાઓને બદલે રસ્તા પર છે? જો દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા એટલી સારી છે તો ગેસ્ટ ટીચર્સ, વોકેશનલ ટ્રેનર્સ અને આંગણવાડી કાર્યકરો શા માટે સરકાર સામે વિરોધ કરી રહ્યા છે?
 
આ અંગે મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે. મનીષ સિસોદિયાએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, “ગઈકાલથી ગુજરાત બીજેપી દિલ્હીની સ્કૂલો વિરુદ્ધ ટ્વિટ કરી રહી છે. ગુજરાતમાં ‘આપ’નો વધતો પ્રભાવ અને પંજાબના ચૂંટણી પરિણામો તમને નારાજ કરી રહ્યા છે.

 
ગઇકાલથી  @BJP4Gujarat દિલ્હી સ્કૂલો વિરૂદ્ધ ટ્વીટ કરી રહી છે. ગુજરાતમાં આપના વધતા જતા પ્રભાવ અને પંજાબના પરિણામથી ગભરાઇ ગઇ છે. 
 
ભાજપ શિક્ષણની વાત ન કરે તો સારું છે. હું ગુજરાતના શિક્ષણમંત્રી  @jitu_vaghani જીને ડિબેટ માટે ચેલેન્જ કરું છું. સ્થાન તથા સમય તમારો https://t.co/wTmInNInjP
 
ગુરુવારે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે શૈક્ષણિક વર્ષ 2022-23થી ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે ગીતાને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. આ અંગે મનીષ સિસોદિયાએ ટોણો મારતા કહ્યું હતું કે જે લોકો રાવણ જેવા કાર્યો કરે છે તેઓ ગીતાની વાત કરે છે.
 
તમ્ને જણાવી દઈએ કે ગુજરાતના શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે “તમામ ધર્મના લોકોએ શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો, સિદ્ધાંતો અને મહત્વને સ્વીકાર્યું છે. ધોરણ 6 ના વિદ્યાર્થીઓને રસ પડે એવી રીતે શ્રીમદ ભગવત ગીતાને રજૂ કરવામાં આવશે. તેને પાઠ્યપુસ્તકોમાં વાર્તાઓ અને પાઠોના રૂપમાં રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ધોરણ 9 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને ભગવદ ગીતાનો "ઊંડો પરિચય" આપવામાં આવશે.
 
આ અંગે મનીષ સિસોદિયાએ કહ્યું કે આ પગલું ચોક્કસપણે સારું છે પરંતુ નિર્ણયનો અમલ કરનારા લોકોએ પહેલા ગીતાના મૂલ્યોનું પાલન કરવું જોઈએ. તેના કાર્યો રાવણ જેવા છે અને તે ગીતાની વાત કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર