આ ઉપરાંત મોડાસા તાલુકામાં ૭૨ મિ.મી, વઘઈ તાલુકામાં ૬૫ મિ.મી, વાંસદા તાલુકા ૬૨ મિ.મી, સિદ્ધપુર તાલુકામાં ૬૧ મિ.મી, બાલાસિનોર તાલુકામાં ૬૧ મિ.મી, થરાદ તાલુકામાં ૬૦ મિ.મી, ડોલવન તાલુકામાં ૫૬ મિ.મી, ફતેહપુરા તાલુકામાં ૫૨ મિ.મી, ઊંઝા તાલુકામાં ૪૯ મિ.મી મળીને કુલ ૯ તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત ઓલપાડ, ચાણસમા, સરસ્વતી તાલુકામાં ૪૭ મિ.મી, નવસારી તાલુકામાં ૪૬ મિ.મી, અને ખેરગામ, જલાલપોર, ડાંગ-આહવા તાલુકામાં ૪૫ મિ.મી, હિંમતનગર અને પાટણ તાલુકામાં ૪૩ મિ.મી, જોટાણા અને કપડવંજ તાલુકામાં ૪૨ મિ.મી, લુણાવાડા તાલુકામાં ૪૧ મિ.મી, દેત્રોજ- રામપુરા તાલુકામાં ૪૦ મિ.મી, સંજેલી તાલુકામાં ૪૦ મિ.મી અને તલોદ તાલુકામાં ૩૯ મિ.મી મળીને કુલ ૧૫ તાલુકાઓમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. ઝાલોદ, વાલોદ, વ્યારા, પાલનપુર, પ્રાંતિજ, વડનગર, સંતરામપુર, અમદાવાદ સીટી, કઠલાલ, મળીને કુલ ૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જયારે સાણંદ, મેઘરાજ, દસાડા, વાપી, વિસનગર, કાંકરેજ, ખેડબ્રહ્મા, બારડોલી, વિજાપુર, માંડલ, ધરમપુર, પાલીતાણા, ભિલોડા, અંકલેશ્વર, કપરાડા, દાંતા, ધાનેરા, પારડી, કામરેજ, ધનસુરા, દહેગામ, વિરમગામ, વડગામ, હારીજ, માણસા, રાધનપુર, અંજાર, વાલીયા, વસો, અને મહુધા મળીને કુલ ૩૦ તાલુકાઓમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.