રાજકોટમાં ગર્ભવતિ મહિલાએ ઘરકંકાશથી કંટાળીને કૂવામાં ઝંપલાવ્યું

શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 (16:09 IST)
રાજકોટમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. એક ગર્ભવતિ મહિલાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. એક ગર્ભવતી મહિલાએ ઘર કંકાસથી કંટાળીને જીવન ટુંકાવ્યુ દીધી છે, મહિલાએ ઘર કંકાસના કારણે કુવામાં ઝંપલાવ્યુ અને તેનો મૃતદેહ ત્રણ દિવસે મળી આવ્યો હતો. અત્યારે આ મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લાના જેતપુરના જેતલસરન ગામની આ ઘટના છે, અહીં ગામના વાડી વિસ્તારમાં એક પરપ્રાંતીય દંપતિ રહેતુ હતુ, જે મધ્યપ્રદેશથી અહીં મજૂર અર્થે આવ્યુ હતુ, આ પરપ્રાંતીય દંપતિમાં મહિલા સગર્ભા હતી જેને કુવામાં ઝંપલાવ્યુ હતુ, આ મજૂર ગર્ભવતી મહિલાએ ઘર કંકાસના કારણે કૂવામાં પડીને આપઘાત કરી લીધો હતો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર