વીજ કરંટ લાગતા દેરાણી-જેઠાણીના મોત

શનિવાર, 30 સપ્ટેમ્બર 2023 (12:00 IST)
વિસ્તારમાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કઠલાલના રૂધનાથપુરા વિસ્તારમાં મકાનની છત પર કપડા સૂકવતી વખતે કરંટ લાગતા બે મહિલાના મોત થયા છે. અગાશી પર કપડા સૂકવવા જતા મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા બંને મહિલાઓને હોસ્પિટલે ખસેડાઈ હતી. જો કે, હોસ્પિટલમાં બંને મહિલાઓને તબીબ દ્વારા મૃત જાહેર કરાઈ હતી.
 
એક જ પરિવારની બે પુત્રવધુનાં અચાનક જ મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાં બનતા પાડોશીઓ  ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ બંને મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે બંને મહિલાઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.  કઠલાલ પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે બંને મહિલાઓ 4 સંતાનોને નોધારા મુકી ગયા હતા.
 
હાલ બન્ને પરિણીતાના મૃતદેહોને કઠલાલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. પીએમ બાદ બન્ને મૃતદેહોને પરિવારને સોંપવામાં આવશે.
 
એક જ કુટુંબમાં એક જ દિવસે બો મોત થતા સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી. આકસ્મિત રીતે બનેલી આ દુર્ઘટનામાં બે પરિવારોના માથે આભ ફાટી પડયું હોય તેવા કરૂણદ્રશ્યો સર્જાયો હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર