મહેસાણા નગરપાલિકામાં ભૂગર્ભગટરના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, કોંગ્રેસે ગધેડાને સાથે રાખી વિરોધ કર્યો

શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (15:29 IST)
mehsana congress
મહેસાણામાં નગરપાલિકામાં ભૂગર્ભ ગટરના ભ્રષ્ટાચાર મામલે આજે મહેસાણા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આજે શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ અને સાથી કાર્યકરો ગધેડા લઈ હાથોમાં બેનરો લઈ મહેસાણા પાલિકા ખાતે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા.જ્યાં પાલિકા કેમ્પસમાં બેસી રામ ધૂન બોલવાઈ હતી.જોકે પોલીસે કોંગ્રેસ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.

મહેસાણા પાલિકામાં ભૂગર્ભ ગટર ભ્રષ્ટાચાર મામલે આજે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મહેસાણાના એ ડિવિઝનના ગેટ પાસેથી ચાર ગધેડા અને પ્લેકાર્ડ સાથે મહેસાણા પાલિકા પહોંચ્યા હતા.જોકે મહેસાણા એ ડિવિઝન પોલીસ પણ સવારથી બંદોબસ્તમાં ગોઠવી દેવાઈ હતી. કોંગ્રેસ કાર્યકરો પાલિકાના ગેટ પાસે આવતા ગેટ બંધ કરી રોકવા પ્રયાસ કરતા કોંગ્રેસ કાર્યકરો ગેટ ખોલી ગધેડા સાથે પાલિકા કેમ્પસમાં પ્રવેશ લીધો હતો.બાદમાં પાલિકા જવાની સીડીઓ પાસે ભાજપ હાય હાય ના નારા લગાવી વિરોધ નોંધાવી ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા.કોંગ્રેસ કાર્યકરો ધરણા યોજી સુત્રોચાર કરી રહ્યા હતા.એ દરમિયાન પોલીસે અટકાયત કરવાનું શરૂ કરતા ભૌતિક ભટ્ટને પોલીસે ટીંગા ટોળી કરી ગાડીમાં બેસાડયા હતા.બાદમાં ડો મેઘા પટેલને પણ મહિલા પોલીસ કર્મીઓએ ટીંગા ટોળી કરી વેનમાં બેસાડી કાર્યકરોને મહેસાણા એ ડિવિઝન લઈ જવાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર