મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓને સીટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે, અને HRCT રિપોર્ટ કરાવવો પડે છે. રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવો લે છે.