ઉલ્લેખની છે કે 16 જૂને છાણી પોલીસને એક અજાણ્યા પુરૂષની લાશ દુમાડ ચોકડીથી જી.એસ.એફ.સી.તરફ જતા નેશનલ હાઇવે પર સર્વિસ રોડના થાંભલા પાસેથી મળી આવી હતી.તેના શરીર પર ઇજાના કોઇ નિશાન નહતા.પોલીસે ૪૫ વર્ષના અજાણ્યા મૃતકની લાશ પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. અજાણ્યા પુરૂષની લાશની ઓળખ માટે પોલીસે તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.તે દરમિયાન વાઘોડિયાના સોમેશ્વરપુરા ગામમાં રહેતા શનાભાઇ સોલંકીએ છાણી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.અને અજાણી લાશને જોઇને પોલીસને કહ્યું હતું કે, આ લાશ મારા પુત્ર સંજય (ઉ.વ.૪૯) ની છે.પોલીસે આધાર કાર્ડ ચેક કર્યા પછી તેમજ મૃતકના આ કહેવાતા પિતા તથા અન્ય સંબંધીઓને આ લાશ સોંપી હતી.અને સંબંધીઓએ લાશના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.સંજય સમજીને જેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.તે સંજય રાતે ઘરે પરત આવતા પરિવારજનો ચોંકી ઉઠયા હતા.અને તરત છાણી પોલીસનો સંપર્ક કર્યો હતો.છાણી પોલીસ પણ આ વાત સાંભળીને દોડતી થઇ ગઇ હતી.