આપણે સાંપ્રદાયિક વર્ચસ્વનો નહી પણ ભારતના વર્ચસ્વનો વિચાર કરવો જોઈએ, મુસ્લિમોએ કટ્ટરપંથીઓનો વિરોધ કરવો જોઈએ

મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (12:35 IST)
સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં રહેતા હિન્દુઓ અને મુસ્લિમોના પૂર્વજો એક સમાન છે. મુસ્લિમોએ ભારતમાં ડરવાની જરૂર નથી. ભાગવતે કહ્યું કે આપણે મુસ્લિમ વર્ચસ્વની નહીં પરંતુ ભારતના વર્ચસ્વનો વિચાર કરવો જ ઓઈએ.  મોહન ભાગવત સોમવારે ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'રાષ્ટ્ર પ્રથમ -રાષ્ટ્ર સર્વોપરિ' વિષય પર સેમિનારમાં ભાગ લેવા માટે મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મુસ્લિમ વિદ્વાનો સાથે મુલાકાત કરી. 
 
ભાગવતે આગળ કહ્યું - હિન્દુ એ કોઈ જાતિ કે ભાષા વાચક સંજ્ઞા નથી. આ દરેક વ્યક્તિના વિકાસ, ઉત્થાનનુ માર્ગદર્શન કરનારી પરંપરાનું નામ છે, પછી ભલે એ કોઈપણ ભાષા, પંથ, ધર્મનો હોય એ હિન્દુ છે. તેથી સમજદાર મુસ્લિમ નેતાઓએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ મજબૂતીથી ઉભા થવુ જોઈએ. આ પહેલા આ વર્ષે જુલાઈમાં ગાઝિયાબાદમાં મુસ્લિમ મંચ દ્વારા આયોજિત કાર્યક્રમમાં RSS પ્રમુખે હિન્દુ-મુસ્લિમનો DNA એક હોવાની વાત કરી હતી. 
 
અંગ્રેજોએ ભ્રમ પેદા કર્યો અને હિન્દુ-મુસલમાનને લડાવ્યા 
 
ભાગવતે કહ્યું કે અંગ્રેજોએ ભ્રમ ઉભો કરીને હિન્દુઓ અને મુસ્લિમોને લડાવ્યા. બ્રિટિશરોએ મુસ્લિમોને કહ્યું કે જો તેમણે  હિંદુઓ સાથે રહેવાનો નિર્ણય કર્યો તો તેમને કશુ નહી મળે. ફક્ત હિન્દુઓને પસંદ કરાશે. અંગ્રેજોની આ જ નીતિએ મુસલમાનોને એક જુદા રાષ્ટ્રની માંગ કરવા માટે પ્રેરિત કર્યા. 
 
મોહન ભાગવતે કહ્યું કે અંગ્રેજોએ ભ્રમ ઉભો કરીને હિન્દુઓ અને મુસ્લિમોને લડાવ્યા. અંગ્રેજોનુ માનવુ હતુ કે ભારતમાંથી ઈસ્લામ નાબૂત થશે પણ આવુ થયુ નહી. 
 
આ જ રીતે તેમણે  હિન્દુઓમાં પણ ભ્રમ ઉભો કર્યો, તેમણે હિંદુઓને કહ્યું કે મુસ્લિમો ચરમપંથી છે. તેમણે બંને સમુદાયોને લડાવ્યા. તે લડાઈ અને વિશ્વાસની કમીને કારણે, બંને સમુદાયો એકબીજાથી અંતર રાખવાની વાત કરતા રહ્યા છે. આપણે આપણો અભિગમ બદલવાની જરૂર છે. અંગ્રેજોએ કહ્યું કે ઈસ્લામનો ભારતમાંથી નાશ થશે. શુ તે થયો ? ના..આજે મુસ્લિમો ભારતમાં મોટામાં મોટી પોસ્ટ પર બેસી શકે છે.
 
સંઘ પ્રમુખે કહ્યું, ઈસ્લામ આક્રમકો  સાથે ભારતમાં આવ્યો. આ ઇતિહાસ છે અને તેને એવો જ બતાવવો જોઈએ. મુસ્લિમ સમાજના સમજદાર લોકોએ કટ્ટરપંથીઓનો  સખત વિરોધ કરવો જોઈએ. કટ્ટરવાદીઓ સામે હિંમતભેર બોલવું જોઈએ. આ કાર્ય લાંબા પ્રયત્નો અને સમર્પણ સાથે થશે. 
 
આપણે એક રાષ્ટ્ર તરીકે સંગઠિત રહેવુ પડશે 
 
કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આપણી એકતાનો આધાર આપણી માતૃભૂમિ અને ગૌરવશાળી ઇતિહાસ છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં સંગઠિત રહેવું પડશે. RSS પણ આવો જ વિચાર ધરાવે છે, અને અમે તમને આજ કહેવા માટે અહીં આવ્યા છીએ. RSS પ્રમુખે કહ્યું કે એક મહાસત્તા તરીકે ભારત કોઈને ડરાવશે નહીં.

મુસ્લિમ બુદ્ધિજીવીઓએ આગળ આવવુ પડશે 
 
આ સંગોષ્ઠીમાં કેરલના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને કાશ્મીર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના ચાંસલર લેફ્ટિનેટ જનરલ સૈયદ અતા હસનૈન (રિટાયર) પણ હાજર હતા. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યુ કે વધુ વિવિધતાથી સમૃદ્ધ સમાજનુ નિર્માણ થાય છે અને ભારતીય સંસ્કૃતિ બધાને બરાબર સમજે છે. હસનૈને કહ્યુ કે મુસ્લિમ બુદ્ધીજીવીઓએ ભારતીય મુસલમાનોને નિશાન બનાવવાની પાકિસ્તાનની કોશિશને નિષ્ફળ કરવી જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર