પત્નીના અફેયરથી કંટાળીને સૂરતના શિક્ષકે બાળકોની હત્યા કરી પોતે લગાવી લીધી ફાંસી

શુક્રવાર, 1 ઑગસ્ટ 2025 (16:17 IST)
સુરતમાં એક હૈયુ કંપાવી દે તેવી  ઘટના પ્રકાશમાં આવી છે. એક પિતાએ પોતાના બે બાળકોને ઝેર આપ્યું અને પછી પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી.   આખરે તેમણે આપઘાતનું પગલું ભરી આ ફાની દુનિયાને અલવિદા કરી દીધી. પ્રેમલગ્ન થયા ત્યારથી જ અલ્પેશ ડાયરી લખતા હતા. આ ડાયરીના 400 પાનાંમાંથી છેલ્લા 3 મહિનામાં લખાયેલ પેજ પર  અલ્પેશનાં દર્દ, વેદના ને લાચારીનો એક-એક શબ્દ વાંચીને તેમની ખ્યાલ આવ્યો કે તેમણે પત્નીના અફેરને કારણે આ પગલુ ઉઠાવ્યુ. 
 
પોલીસને ઘરના અંદરથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં અલ્પેશભાઈએ તેમની પત્નીના અફેરના ત્રાસથી ત્રસ્ત થઇ આ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યું છે. પોલીસ દ્વારા મૃતકના મોબાઈલમાં તપાસ હાથ ધરતા ચેટ અને વિડીયો મળ્યા છે. જેનાથી આ સંબંધોની પુષ્ટિ થાય છે. આધારે પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 
 
લાશ પાસે સોફ્ટ ડ્રિંકની બોટલ મળી આવી
 
અલ્પેશની પત્ની ફાલ્ગુની, જે સુરત જિલ્લા પંચાયત કચેરીમાં ક્લાર્ક છે, તેમણે જણાવ્યું હતું કે ગુરુવારે તેમના પતિ તેમના ફોનનો જવાબ આપી રહ્યા ન હતા. પછી તેઓ બપોરના ભોજન માટે ઘરે વહેલા પહોંચ્યા. તેમણે જોયું કે દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી ફોન કર્યા પછી પણ અંદરથી કોઈ જવાબ ન મળ્યો, ત્યારબાદ પડોશીઓની મદદથી દરવાજો તોડવામાં આવ્યો. બાળકો અને પતિના મૃતદેહ અંદરથી મળી આવ્યા. લાશ પાસે સોફ્ટ ડ્રિંકની બોટલ પણ મળી આવી. પડોશીઓએ પોલીસને જાણ કરી. ત્યારબાદ ઉમરા પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને લાશને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી. આ ઘટનામાં પત્નીના જે ખેતીવાડી વિસ્તરણ અધિકારી સાથે પ્રેમસંબંધ હતા, તે અધિકારીની ઉમરા પોલીસે પૂછપરછ કરી પત્ની અને તેના પ્રેમી સામે આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટે ફરિયાદ દાખલ કરી છે.
 
સુસાઇડ નોટમાં અલ્પેશે એક એવી વાત લખી છે, જેના કારણે તે કઈ મનઃસ્થિતિમાં હતા એ અંગે ખબર પડી જાય છે. સુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે કે જ્યારે પત્નીના પ્રેમસબંધ અંગે બંને વચ્ચે ચર્ચા ચાલી રહી હતી ત્યારે તેમને પત્નીને કીધું કે આ બધું ભૂલીને આપણે સાથે પહેલાંની જેમ રહીએ. પછી તે સુસાઇડ નોટમાં લખે છે કે જ્યારે પણ આ અંગે તે ચર્ચા કરતા હતા ત્યારે તે રડી પડતા હતા. તેમને રડતાં જોઈ પત્ની તેમને કહેતી હતી કે શું બાયલાની જેમ રડે છે. આ વાત તેમને ખૂબ જ ખોટી લાગી ગઈ હતી. પત્નીએ તેમને કીધું હતું કે આવી રીતે સંબંધો થતા હોય છે, પરંતુ હાલ મારું કશું છે નહીં.
 
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુસાઇડ નોટમાં આ પણ લખ્યું છે કે ચાર વર્ષ પત્નીના પ્રેમપ્રકરણને થઈ ગયાં છે, કદાચ બે વર્ષનું બાળક પણ તેનું હશે એવી પણ શંકા તેને ઘર કરી ગઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર