આકાશમાંથી પૃથ્વી તરફ પડતો જોવા મળ્યો અગન ગોળો, લોકોમાં કુતૂહલ સાથે ગભરાટ

શનિવાર, 2 એપ્રિલ 2022 (22:06 IST)
ગુજરાત રાજ્યના આકાશમાં પૃથ્વી તરફ પડતો જોરદાર અગન ગોળો જોવા મળ્યો હતો જેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું. નિષ્ણાતોનો મત પ્રમાણે આકાશી ગોળો એ સ્પેસ ડેબ્રી એટલે કે કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાનું જણાવી રહ્યા છે.

 
આકાશમાં મોડી સાંજના સમયે ઉલ્કાપિંડ જેવો પદાર્થ જોવા મળ્યો હતો. આ કારણે લોકોમાં પહેલાં તો ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઉલ્કાપિંડ જેવો પદાર્થ ખરતો તારો હોવાનો પણ પહેલા લોકોને ભાસ થયો હતો. લોકોમાં વાયુવેગે આ સમાચાર ફેલાયા હતા અને આ કારણે લોકો પોતાના ઘરોની છત પર પણ જોવા મળ્યા હતા. બીજીતરફ આ અવકાશી પદાર્થ કોઈ અવકાશી કૃત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની વાતની અવકાશ નિષ્ણાતોએ પુષ્ટિ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર