સ્માર્ટસિટી માટે ગુજરાતને અત્યાર સુધીમાં માત્ર 509 કરોડ રૂપિયા જ મળ્યાં

સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (12:14 IST)
યુનિયન અર્બન ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર ગુજરાતને 6 સ્માર્ટ સિટીના વિકાસ માટે અત્યાર સુધી 509 કરોડ રુપિયા મળી ચુક્યા છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દેશના એવા શહેરો જેમને સ્માર્ટ સિટીની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે તેના સ્માર્ટ રોડ્સ, ચાલવા માટે રસ્તો, સ્માર્ટ ક્લાસરુમ્સ, સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર્સ, હેલ્થ ફેસિલિટી અપગ્રેડ કરવી, વગેરે પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું હોય છે. સ્માર્ટ સિટી મિશન માટે કેન્દ્રએ અત્યાર સુધી 99 શહેરો માટે 9940 કરોડ રુપિયા ફાળવ્યા છે.

જેમાંથી મહારાષ્ટ્રને સૌથી વધારે 1378 કરોડ, મધ્યપ્રદેશને 984 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે.અગાઉ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, જાન્યુઆરી 17 સુધી 1.38 લાખ કરોડના 2948 પ્રોજેક્ટ્સ અમલીકરણના અલગ અલગ સ્ટેજ પર ચાલુ હતા, જ્યારે 2237 કરોડના 189 પ્રોજેક્ટ્સ પર કામ સમાપ્ત થઈ ગયું છે.પુના અને નાસિક સહિત મહારાષ્ટ્રના આઠ શહેરોમાં અત્યાર સુધી 1378 કરોડ રુપિયા ગ્રાન્ટ મળી છે. મધ્યપ્રદેશના સાત શહેરોને 984 કરોડ રુપિયા ગ્રાન્ટ મળી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર