રાજકોટની સરકારી શાળાના ધોરણ 11 ના વિદ્યાર્થીએ શિક્ષકના ડરથી કર્યો આપઘાત

રાજકોટ જિલ્લાના લોધીકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શિક્ષકોના ત્રાસથી આપઘાત કરી લીધો. વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી અને વીડિયો પણ બનાવ્યો. સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ પોતાની શાળાના શિક્ષકોના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
 
 
સ્યુસાઇડ નોટમાં તેણે શું લખ્યું : 
 
“આઈ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા
 
મમ્મી અને પપ્પા મારો કોઈ વાંક નહોતો તોઈ મારી ટીચરે મારી સાથે…. મેં સાબિત કરીને બતાવ્યું કે પેપર મેં નથી લખ્યું તો પણ તેણે પોલીસની ધમકી આપી અને મારા પેપરમાં ચોકડા માર્યા. અને આવું પહેલીવાર નથી કર્યું. કાલે મેં તેના હાથમાં પેપર આપ્યું હતું તો પણ તેણે મને પોલીસની ધમકી આપી. B.A.ના પેપરમાં બધું સાચું લખ્યું હતું તો પણ કોઈની સાથે ન કર્યું અને મારી સાથે જ આવું કર્યું. મારે 25માંથી 23 માર્ક આવ્યાં હતા તો પણ મારી સાથે તેણે આવું કર્યું. 
 
મમ્મી મેં આજે આ પગલું ભર્યું ન હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત. એટલે મેં આ પગલું ભર્યું છે. 
 
જો મમ્મી હું સાચું કહું છું, મારા સમ ખાઈને કહું છું કે પેપર મેં ન નથી લખ્યું. મેં સરને ખુબ સમજાવ્યાં, પણ તેમણે મારા પર પોલીસ કેસ કરવાનો છે એમ કહ્યું તેથી મેં આ પગલું ભર્યું છે. 
 
મમ્મી મારા ભાઈબંધ ઝાલા ધ્રુવ અને અક્ષયરાજ સાથે પણ એકમ કસોટીમાં આવું કર્યું હતું, પણ આમાં સોલંકીસર મારી સાથે હતા. પણ મોસમી મેડમ, સચિનસર અને વિભૂતિ મેડમે જ મારી સાથે આવું કર્યું. મમ્મી (નામ અવાચ્ય) મારા ભાઈ જેવો છે, માટે તું તેને તારો દીકરો માની લેજે. સાહિલ, રામ આ બધા મારા મિત્રો તેમણે મારો સાથ આપ્યો. પેલા પણ તેણે આવું કર્યું હતું માટે તું તેને મમ્મી …
 
આઈ લવ યુ મોમ એન્ડ પાપા એન્ડ ધવલ માય પરિવાર …બધા ખુશ રહેજો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર