ગુજરાત સરકાર પહેલી ડિસેમ્બરથી ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે, જેના માટે શિક્ષણ વિભાગની કમિટી અને આરોગ્ય વિભાગના અભિપ્રાય બાદ કેબિનેટની બેઠકમાં આ અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે.પરંતુ શિક્ષણ વિભાગ ની સમિતિ ની ભલામણ મુજબ શરૂઆતમાં અઠવાડિયામાં 4 દિવસ જ પ્રાથમિક શાળાના બાળકોને ભણાવવામાં આવી શકે છે.
રાજ્યમાં હવે બાકી રહેલી ધોરણ 1થી 5ની સ્કૂલો શરૂ કરવાનું સરકાર ગંભીર બની રહી છે,.જેથી 1લી ડિસેમ્બરથી ધો.1થી 5ના વર્ગ ખડં શિક્ષણ શરૂકરવાની દિશામાં રાજયના શિક્ષણ વિભાગે કવાયત શરૂ કરી છે જેમા શિક્ષણ વિભાગ ને સમિતિ એ આપેલા સૂચન અને ભલામણ મુજબ કે અઠવાડિયાના 6દિવસ ની જગ્યાએ 4 દિવસ બાળકોને શિક્ષણ આપવામાં આવશે. પરંતુ આ મામલે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના અભિપ્રાય ના અંતે આખરી કાર્યવાહી હાથ ધરશ.રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્રારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી,.તેમ છતાં ધોરણ 1 થી 5 ના શિક્ષણ શરૂ થઈ શક્યું નથી, અને રાજ્યના વાલીઓ થી લઈને સંચાલકો દ્વારા પ્રાથમિક શાળા શરૂ કરવા સરકાર પર દબાણ વધી રહ્યું હતું, કેમકે પ્રાથમિક શાળા ના બાળકો છેલ્લા બે વર્ષ થી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે હવે વર્ગખડં શિક્ષણનો પ્રારભં પહેલી ડિસેમ્બરે થાય તેવી શક્યતા છે