રાજ્યની સ્કૂલોમાં ધો.9થી11ના ક્લાસ શરૂ કરવા સરકારની તૈયારી,સંચાલકોએ તૈયારી દર્શાવી

શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (11:32 IST)
ધોરણ 9થી 11માં સ્કૂલો શરૂ કરવાની સરકારની વિચારણાની વચ્ચે સ્કૂલોએ શિક્ષણ કાર્યની તૈયારી શરૂ કરી છે. અગ્રણી સ્કૂલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે સ્કૂલોમાં સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર સહિતના આવશ્યક પગલા લેવાશે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ, એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ સાથે સંકળાયેલી સ્કૂલોએ આ માટે તૈયારી દર્શાવી છે.

સીએન વિદ્યાલયના પ્રિન્સિપાલ હિતેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે,‘ અમે 9,10 તેમજ ધો 11,12નું શિક્ષણ કાર્ય અલગ અલગ શિફ્ટમાં રાખવા તૈયાર છીએ.’ કેળવણીકાર ડો.કિરીટ જોશીએ કહ્યું, ઓફલાઈન ઓન લાઈન શિક્ષણ એક સાથે શક્ય નથી, તેથી જો ઓફલાઈન શિક્ષણ હાથ ધરાશે તો શિક્ષણકાર્યમાં સરળતા રહેશે.’ એઓપીએસના પ્રમુખ મનન ચોકસીએ કહ્યું- ધો.10,12ના વર્ગો શરૂ કરવા વિદ્યાર્થીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. 50 સ્કૂલો સરકારની ગાઈડ લાઈન મુજબ પૂરતી તકેદારી સાથે ધો 9,11ના વર્ગો શરૂ કરવા તૈયાર છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલના જણાવ્યા અનુસાર શાળા સંચાલક મહામંડળના ઘટક સંઘોએ કહ્યું, ધો 9,ધો 11માં સરકાર શિક્ષણ કાર્ય શરૂ કરાય તો સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝેશન સહિતના પગલા ભરીશું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર