સાસણ સફારી પાર્ક આજથી શરૂ, 22 તારીખ સુધીની તમામ પરમીટ ફુલ

શનિવાર, 16 ઑક્ટોબર 2021 (11:54 IST)
એશિયાટીક સિંહો જોવા માટે જૂનાગઢમાં આવેલું સાસણ સફારી પાર્ક આજથી ફરીથી શરૂ થયું છે. ચોમાસાના ચાર મહિનાઓ દરમિયાન સિંહોનું વેકેશન હતું અને સફારી પાર્ક બંધ હતો કે જે આજે ફરી શરૂ થયો છે. ડીસીએફએ લીલી ઝંડી આપી પ્રવાસીઓને સફારી પાર્કમાં રવાના કર્યા છે. પહેલી ટ્રીપમાં 60 જીપ્સીએ સફારી પાર્કમાં પ્રવેશ કર્યો હતો. આગામી 22 તારીખ સુધીની તમામ પરમીટ ફૂલ થઈ ગઈ છે
 
મળતી માહિતી મુજબ, આજથી સાસણ ગીર જંગલ અને ગિરનાર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ચોમાસાની સીઝનમાં ચાર મહિનાના વેકેશન બાદ આજથી ગીર અભયારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
 
પ્રવાસીઓ ઓનલાઇન વેબ સાઇટ પર પરમીટ બુક કરાવી ગીર અને ગિરનાર અભયારણ્યમાં સિંહ દર્શન કરી શકશે. ચોમાસાની સિઝન અને સિંહ સહિતના પ્રાણીઓના સંવનનકાળના લીધે પ્રાણીઓને ખલેલ ન પહોંચે અને ચોમાસામાં જંગલના રસ્તા જઈ શકાય તેવા હોતા નથી. આથી સાસણ ગીર અભયારણ્ય ૧૫ જૂનથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર