સરદાર સરોવર નર્મદા યોજના ડેમ સહિતના ગુજરાતના ૨૦૪ સિંચાઈ જળાશયોમાં (ડેમ) બધું મળીને ૪૧.૫૨ ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. નર્મદા અને જળસંપત્તિ તથા કલ્પસર વિભાગના સત્તાવાર અહેવાલમાં ૨૩મી ફેબુ્રઆરીના આંકડા પર નજર નાંખીએ તો માલુમ પડે છે કે રાજ્યનાં જળાશયોની સંગ્રહશક્તિ ૨૫૨૨૬.૮૧ લાખ ઘન મીટરની (એમસીએમ) છે અને તે સામે હયાત જથ્થો ૧૦૪૭૫.૩૩ લાખ ઘનમીટર છે. ગયા સપ્તાહમાં આ જળસંગ્રહ ૧૦૯૫૩.૯૪ એમસીએમ હતો તે જોતાં એક સપ્તાહમાં ૪૭૮.૬૧ એમસીએમ પાણીનો ઘટાડો નોંધાયો છે.