સાબરકાંઠામાં મજૂરોની જીપનો ટ્રક સાથે અકસ્માત, 6ના મોત

સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (14:48 IST)
સાબરકાંઠાના વિજયનગરના કુંડલા ગામ પાસે જીપ અને ટ્રક વચ્ચે  ગમખ્વાર અકસ્માત થતાં 6 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. સોમવારે સવારે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ખેડબ્રહ્મા અને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનારનો આંકડો વધી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. એક્સિડન્ટમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતમાં મોતને ભેટનારા મોટાભાગના નવાપગા ખારા બેડીના રહીશ છે.

તેઓ સવારે ઘરેથી નીકળીને ઈડરના ચોરવાડ ગામે બટાટા કાઢવાનું કામ કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. આ બનાવ આશ્રમ નજીક પુડળા ત્રણ રસ્તા આંતરસુબા બીએડ કોલેજ પાસે બન્યો હતો. જેમાં રેતી ભરવા જતી ટ્રક સાથે જીપ સામસામે અથડાતાં ઘટનાસ્થળે જ 3ના મોત નિપજ્યા હતા. જ્યારે ખેડબ્રહ્મા ખાતે 3ના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.

 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર