વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં પરિવારે વળતર સ્વિકારી સમાધાન કર્યુ

બુધવાર, 4 જુલાઈ 2018 (16:04 IST)
અમદાવાદ, વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ થયેલ શિવમ દવે (25 વર્ષ) અને રાહુલ પટેલ (21 વર્ષ)ના પરિવારે વળતર સ્વિકારી આજે સમાધાન કરી લીધું છે. આ હિટ એન્ડ રન કેસમાં ચાર વર્ષની કાનૂની લડત બાદ સમાધાન થયું છે. 

અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારના પ્રેમચંદનનગર રોડ પર તા. 24મી ફેબ્રુઆરી 2013ની મોડી રાત્રે બીએમડ્બલ્યુ કારના ચાલક વિસ્મય શાહે બે યુવાનોને અડફેટે લીધા હતાં. વિસ્મય શાહની તેની BMW 112 કિમીની ઝડપે ચલાવી રહ્યો હતો. ત્યારે શિવમ અને રાહુલ બાઇક પર ત્યાંથી પસાર થઇ રહ્યાં હતાં. જ્યાં વિસ્મયે આ બંન્નેને અડફેટે લીધા હતાં. જેમાં બાઈક પર સવાર શિવમ દવે અને રાહુલ પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ હિ‌ટ એન્ડ રન કેસનો મુખ્ય આરોપી વિસ્મય શાહ ફરાર થઇ ગયો હતો. બે દિવસ બાદ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન વિસ્મય સામે જનાક્રોશ ભભૂકી ઊઠયો હતો. આ કેસમાં વિસ્મય શાહ પાંચ વર્ષની જેલ પણ ભોગવી ચૂક્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર