અમદાવાદની હોટલમાં યુવક બે યુવતીઓ સાથે ગયો, એમ.ડી. ડ્રગ્સ લીધા બાદ યુવકનું મોત, ગુપ્તાંગમાં ફેવિક્વિક લગાવેલી હતી

શનિવાર, 21 ઑગસ્ટ 2021 (11:32 IST)
અમદાવાદ શહેરમાં ઘણા સમયથી એમ.ડી.ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે અને આ મામલે અનેક લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે. માત્ર એટલું જ નહીં, યુવાધન એમ.ડી. ડ્રગ્સના રવાડે ચડ્યું હોવાના અનેકવાર કિસ્સાઓ સામે આવે છે. આ દૂષણથી અનેકના જીવન અને પરિવારો બરબાદ થઈ રહ્યાં છે, પરંતુ આજે સામે આવેલી આ ઘટના ઘણી જ ચોંકાવનારી છે, કારણ કે એક યુવાનનો જીવ ગયો હોવાની શક્યતા છે. આ સમગ્ર પ્રકરણમાં હજી સુધી યુવકના મોતનું ચોક્કસ કારણ પોલીસને મળ્યું નથી, પણ પોલીસ હવે FSL અને અન્ય રિપોર્ટની રાહ જોઈ રહી છે. આખો કેસ જ રહસ્યમય છે. આ બનાવમાં ચોંકાવનારી બાબત તો એ છે કે મૃતકના ગુપ્તાંગમાં ફેવિક્વિક નાખી દીધી હતી. ત્યાર બાદ યુવકને કચરા ટોપલી પાસે નાખી આવ્યા હતા. પરિવાર એકના એક દીકરાને બચાવવા હવાતિયાં મારતો રહ્યો અને તેનું મોત થયું હતું.

અમદાવાદના જુહાપુરમાં રહેતો સલમાન પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પર વૃદ્ધ મા-બાપ અને બે બહેનની જવાબદારી હતી તેમજ પરિવારની આર્થિક જવાબદારી પણ તેના એકલા પર જ હતી. એક દિવસ સલમાનનો મિત્ર તેને ગંભીર હાલતમાં ઘરે લાવ્યો, તેની હાલત ખરાબ હતી. શું થયું કંઈ ખબર ન હતી. મિત્રએ કહ્યું હતું કે તેણે એમ.ડી.ડ્રગ્સ લીધું છે. પરિવારને એમ હતું કે નશો ઊતરશે એટલે સાજો થઈ જશે, પરંતુ સલમાન સાજો થઈ શક્યો નહીં અને તેનું મોત થઈ ગયું.આ સમગ્ર પ્રકરણમાં પોલીસે પહેલા અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી. ત્યાર બાદ ચોંકાવનારી વિગત સામે આવી કે બનાવના દિવસે સલમાન અને બે છોકરી અંજલિ ચાર રસ્તા પાસેની એક હોટલમાં ગયા હતાં, જ્યાં સલમાને એમ.ડી.ડ્રગ્સ લીધું હતું તેમજ તેના ગુપ્તાંગમાં ફેવિક્વિક લગાવી દીધી હતી. આ વિગતોના આધારે પોલીસ પણ એક્ટિવ થઈ અને મૃત્યુનું કારણ અને જો કોઈ તેના મોત માટે જવાબદાર હોય તો તે કોણ છે એ અંગે તપાસ કરી છે.આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશન પીઆઈ એલ.ડી. ઓડેદરાએ જણાવ્યું હતું કે આ ગંભીર બાબતમાં અમે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ. હવે FSLમાં અમુક તપાસ માટે પ્રક્રિયા ચાલુ છે, ત્યાર બાદ આ મામલે સમગ્ર બાબત સ્પષ્ટ થઈ જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર