કોરોનાની બીજી લહેરનો અંત આવતા સરકારે નિયંત્રણ કર્યા વધુ હળવા

મંગળવાર, 30 નવેમ્બર 2021 (19:08 IST)
દિવાળી બાદ કોરોનાના કેસમાં ખાસ વધારો ન થતા સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે.  રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણ અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. 
 
8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે યથાવત
રાત્રીના કર્ફ્યુમાં કરવામાં આવ્યો ઘટાડો
રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું
8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે
લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ
લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત
કર્ફ્યુ બાબતે રા.સરકારે નોટિફેકશન જાહેર
 
આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત આજે મંગળવારને 30 નવેમ્બરના રોજ પૂર્ણ થાય છે. 1લી ડિસેમ્બર 12 ડિસેમ્બર 2021 સુધી ગુજરાતમાં નવી છૂટછાટો અપાઈ છે. આ રાજ્યનાં જે 8 મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં આવતીકાલથી રાત્રિના 1 વાગ્યાથી 12 ડિસેમ્બર સુધી સવારે 5 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર