અમદાવાદના મંડળ રેલ પ્રબંધક તરુણ જૈનના જણાવ્યા અનુસાર, કોરોનાના સમયગાળા દરમિયાન રેલવે સ્ટેશનો પર મુસાફરોના બિનજરૂરી ધસારાને નિયંત્રણમાં લેવાને કારણે અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામખિયાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, સાબરમતી (રાણીપ) અને સાબરમતી બી.જી. (ધરમનગર) રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં રૂ. 30નો વધારો કરવામાં આવ્યો હતો જેને ફરી 10 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
પ્લેટફોર્મ ટિકિટ
પ્લેટફોર્મ ટિકિટ મુસાફરને ટ્રેનમાં ચઢવા માટે પાત્ર બનાવે છે. આ સાથે યાત્રીને તે સ્ટેશનથી ભાડુ ચુકવવું પડશે, જ્યાંથી તેણે પ્લેટફોર્મ ટિકિટ ખરીદી છે. ભાડુ વસુલવા સમયે ડિપાર્ચર સ્ટેશન પણ તે સ્ટેશનને માનવામાં આવશે અને યાત્રાનું ભાડુ પણ તે શ્રેણીનું વસૂલ કરવામાં આવશે, જેમાં તે સફર કરી રહ્યો હશે.
ટિકિટ ખોવાય જાય તો શું કરશો
જો તમે ઈ-ટિકિટ લીધી છે અને ટ્રેનમાં બેસવા સમયે તમારી ટિકિટ ગુમ થઈ ગઈ છે તો તમે ટિકિટ ચેકરને 50 રૂપિયા પેનલ્ટી આપી તમારી ટિકિટ મેળવી શકો છો. ટ્રેનમાં યાત્રા પહેલા આ મહત્વના નિયમો હંમેશા ધ્યાનમાં રાખો.