Rajkot News - રાજકોટમાં પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશ ફેફરે કહ્યું- ‘ધીરેન્દ્ર શાસ્ત્રી દ્રોણનો અવતાર છે

સોમવાર, 29 મે 2023 (18:37 IST)
kalki avtar
રાજકોટ શહેરમાં પૂર્વ સરકારી કર્મચારી રમેશ ફેફર પોતાને કલ્કી અવતાર તરીકે ઓળખાવે છે. તેમણે આજે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે નિવેદન આપ્યું છે. તેઓ કહે છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે પરકાયાની સિદ્ધિ છે અને તે તેનો જ ઉપયોગ કરે છે. એ પોતાની સિદ્ધિના બળે જ બીજાના મનની વાત જાણે છે. ભૂતકાળમાં પણ જેટલા બાબાઓ કળિયુગમાં આવ્યા અને ભગવાનના નામે ચરી ખાતા તે માણસો નિષ્ફ્ળ જઈ રહ્યા છે અને અનેક બાબાઓ જેલમાં ગયાના દાખલાઓ પણ આપણે સૌએ જોયા છે.

ગુજરાતમાં આવેલા બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે નિવેદન આપતાં તેમણે જણાવ્યું હતું કે જગદંબાનો મને આદેશ આવ્યો છે કે આ ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. જાહેરમાં આવ્યા પછી પૈસા અને કીર્તિ પ્રાપ્ત થાય એ માટે યોગભ્રષ્ટ થવાના ચાન્સ વધી જતા હોય છે. ભૂતકાળમાં ભગવાનના નામે ચરી ખાનારા લોકો હવે નિષ્ફળ જઇ રહ્યા છે. આસારામનાં પાપ સામે આવ્યાં, તેની ધરપકડ થઇ પછી રામ રહીમની ધરપકડ થઇ પછી રામપાલને સજા થઇ. ઓશો એ દુઃશાસનનો અવતાર હતો. ધર્મના નામે લોકો વચ્ચે છવાઈ ગયા હતા. ભગવાન સાથે તેના ફોટાવાળા કેલેન્ડર રાખવા લાગ્યા હતા અને બધાનાં કૌભાંડો સામે આવ્યાં એ જ રીતે અન્ય કોઈ આ રીતે ચાલશે તો તેમની પણ હાલત આસારામ, રામરહીમ, ઓશો અને રામપાલ જેવી થશે. ધીરેન્દ્રશાસ્ત્રી દ્રોણનો અવતાર છે. ગુરુ દ્રૌણ વખતે તેણે તપસ્યા કરેલી છે અને તે ભગવાનના વિરોધમાં હતો. તે દુર્યોધનના પક્ષે હતો અને સવાપાંચ હજાર વર્ષ નર્કમાં હતો. દ્રોણનો અવતાર ઢોંગી જ હોય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર