ગુજરાતમાં ડોક્ટરોની હડતાળ, રાજકોટ સિવિલમાં OPD બંધ, સૌરાષ્ટ્રના 6 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર

સોમવાર, 17 જૂન 2019 (12:55 IST)
પશ્ચિમ બંગાળમાં ડોકટરો પર હુમલાના વિરોધમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. હડતાળના પગલે અમદાવાદની નવી વીએસ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે. હોસ્પિટલમાં બતાવવામાં આવતા દર્દીઓને આજે ડોક્ટરોની હડતાળ હોવાનું જણાવી પાછા મોકલી દેવાયા હતા. દરેક દર્દીઓને પાછા જવું પડી રહ્યું છે. બીજી તરફ જૂની વીએસ હોસ્પિટલમાં તમામ ઓપીડીઓ ચાલુ છે. દર્દીઓ વહેલી સવારથી જ લાઈન લગાવીને બેઠા છે. જૂની વીએસમાં મોટાભાગના ડોક્ટરો આવ્યા છે અને ઓપીડી પણ શરૂ કરવામા આવી છે.   જૂની વીએસમાં મેડિકલ, સર્જિકલ, ઓર્થોપેડિક, ગાયનેક, બાળકોની તમામ ઓપીડીઓ ચાલુ છે. પ્રોફેસર, આસિ. પ્રોફેસર ડોક્ટર્સ આવ્યા છે, રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. ઇમરજન્સી તમામ સેવાઓ ચાલુ છે.સૌરાષ્ટ્રના 6 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. જેમાં રાજકોટના 1650 ડોક્ટરો જોડાયા છે. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ઇમરજન્સી સારવાર ચાલુ રહેશે. તેમજ રાજકોટમાં સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો દ્વારા સિવિલથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કલકત્તામાં તબીબ પર થયેલા હુમલા સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કર્યો હતો. રાજકોટ સિવિલમાં ઓપીડી ચાલુ હતી પરંતુ થોડીવારમાં ડોક્ટરોએ આવીને જ બંધ કરાવી ગયા હતા. વાંકાનેર સહિત સૌરાષ્ટ્રભરમાંથી આવેલા દર્દીઓને સારવાર મળી નથી. બીપી, ચક્કર, તાવ, શરદી જેવી બીમારીના દર્દીઓએ કહ્યું હતું કે સવારના હેરાન થઇએ છીએ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર