રાજકોટથી હિરાસર એરપોર્ટ જતી બસો વાઇબ્રન્ટ સમિટમાં ફાળવી દેવાતા મુસાફરો પરેશાન

ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (18:25 IST)
- હીરાસર એરપોર્ટ ઇલેક્ટ્રિક એસી બસોને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મોકલવામાં આવી
- રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 22 ઈલેકટ્રીક એસી બસ 
- મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો 

 
Rajkot Hirasar airport Bus- રાજકોટના હિરાસર એરપોર્ટ માટે ST વિભાગ દ્વારા આ રૂટ પર દર કલાકે ઇલેક્ટ્રિક એસી બસ દોડાવવામાં આવી રહી છે. જે અચાનક બંધ કરી દેવાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી બસો બંધ થતા મુસાફરોને 100 રૂપિયાના ભાડા સામે 1000 રૂપિયા ચૂકવવાની ફરજ પડી રહી છે.

આ અંગે એસટી વિભાગનો સંપર્ક સાધતા જણાવ્યું હતું કે, હાલ રાજકોટ-હિરાસર એરપોર્ટ રૂટ પર ચાલતી ઇલેક્ટ્રિક એસી બસોને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મોકલવામાં આવી છે. જે તા.13 જાન્યુઆરીથી આ રૂટની તમામ બસો ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે.રાજકોટથી 35 કિ.મી. દૂર આંતરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પર પહોંચવા અને એરપોર્ટથી રાજકોટ શહેર સુધી આવવા માટે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 22 ઈલેકટ્રીક એસી બસ દોડાવવામાં આવી રહીં હતી. આ તમામ બસ દર કલાકે બંને જગ્યાએથી મળી રહેતી હતી. જેમાં માત્ર રૂ.100 ભાડું જ વસુલવામાં આવતું હતું.

આ રૂટની તમામ બસો વહેલી સવારના 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી સતત દોડતી રહેતી હતી. તે ઉપરાંત રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર દોડતી તમામ એસટી બસોનું પણ હાઈ-વે પર આવેલા હિરાસર એરપોર્ટના પ્રવેશ પર ઊભી રહેતી હતી. છેલ્લા બે દિવસથી રાજકોટ-હિરાસર એરપોર્ટની સ્પેશિયલ 22 ઇલેક્ટ્રિક બસ અચાનક બંધ કરી દેતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે એસટી વિભાગના અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટ-હિરાસર એરપોર્ટ રૂટ પર ચાલતી ઇલેક્ટ્રિક એસી બસોને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મોકલવામાં આવી છે. જે તા.13 જાન્યુઆરીથી આ રૂટની તમામ બસો ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે. જ્યારે હિરાસર એરપોર્ટ માટે હાઈ-વે સુધી એસટી બસની સેવા ચાલું જ હોવાનું પણ કહ્યુ હતું. હાલ તમામ મુસાફરોને હિરાસર એરપોર્ટથી 4થી 5 કિલોમીટર ચાલીને હાઈ-વે સુધી જવું પડે રહ્યું છે. તો એરપોર્ટ પર જનારા લોકોને હાઈ-વેથી ચાલીને એરપોર્ટ સુધી જવાની નોબત આવી છે. આ ઉપરાંત યાત્રીકોએ માત્ર રૂ.100માં મળતી સેવાના હવે રૂ.1000થી વધુ ચુકવવા પડી રહ્યા છે. અચાનક બંધ કરાયેલા એરપોર્ટના રૂટ પર હેરાન થતા મુસાફરો દ્વારા માંગ ઉઠી છે કે એસટી વિભાગ દ્વારા આ અંગે અગાઉ જાણ કરવી જોઈએ. ઈલેકટ્રીક એસી બસો વાઈબ્રન્ટમાં મોકલવી જ હોય તો કોઈ વૈકલ્પિ વ્યવસ્થા ઊભી કરવાની જરૂર હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર