રાજકોટમાં આજથી હેલ્મેટ પણ શહેરીજનો ના અવનવાં કારણો ચર્ચાવા લાગ્યાં

મંગળવાર, 9 સપ્ટેમ્બર 2025 (09:53 IST)
રાજકોટમાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યુ છે જો રસ્તા પર ગાડી ચલાવતા હેલ્મેટ ન પહેર્યુ હોય તો 500 રૂપિયાનો દંદ ફટકારવામાં આવશે.  પણ આ બધાની વચ્ચે શહેરીજનો સરકાર સામે રોષ વ્યક્ત કર્યુ છે. લોકોએ પોલીસને રોષપૂર્ણ શબ્દોમાં કહ્યું કે, જે કરવું હોય તે કરી લો અમે હેલમેટ નહીં પહેરીએ.
 
હેલ્મેટ ફરજિયાત થતાં જ ના પહેરવાનાં અવનવાં કારણો ચર્ચાવા લાગ્યાં
 
હેલ્મેટ ફરજિયાત કરવામાં આવતા, ટ્રાફિક પોલીસે અનેક ચેકિંગ પોઈન્ટ્સ પર વાહનચાલકોને અટકાવ્યા અને દંડ ફટકાર્યો. ઘણાં લોકોએ હેલ્મેટ ન પહેરવાનું કારણ વિવિધ રીતે બતાવ્યું કે, “હું હેલ્મેટ ભૂલી ગયો છું.” “હવે તો લેવાનું જ છે.” “હવેથી પહેરીશ.” “માત્ર નાની ટૂર જ છે, નજીક જ જવાનું છે.” આ પ્રકારના અનેક બહાના લોકોએ બતાવ્યા હતા. આ સાથે કેટલાંક લોકોએ રસ્તાઓની ખરાબ હાલત સામે પ્રશ્નો ઉઠાવ્યા. એક યુવકે જણાવ્યું:, પહેલા રસ્તાઓ ઠીક કરો, પછી હેલ્મેટ ફરજિયાત કરો. આ તરફ બીજા એક સ્થાનિકે કહ્યું કે, જ્યાં રસ્તા પર ખાડા જ ખાડા છે, ત્યાં હેલ્મેટ ફરજિયાત કરવાથી શું ફાયદો?

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર