રાજકોટ BAPS મંદિરમાં 1500 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો, દેશ-વિદેશથી દર્શન માટે પહોંચ્યા હરિભક્તો

રવિવાર, 3 નવેમ્બર 2024 (12:57 IST)
Rajkot

Rajkot Baps - આજથી વિક્રમ સવંત 2081તરીકે નવા વર્ષનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરમાં આજે બેસતા વર્ષના દિવસે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. મંદિરમાં ભગવાનને વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવી હતી. 
 
સ્વામિનારાયણ મંદિરમાં 1500 વાનગીઓનો અન્નકૂટ
રાજકોટમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં 11 વાગ્યે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં ભગવાનને 1500થી વધુ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. 
 
વિજય રૂપાણીએ વાવની પેટા ચૂંટણી અંગે શું કહ્યું?
વિજય રૂપાણીએ કહ્યું, 1500 અલગ અલગ વાનગીઓ અન્નકૂટમાં ધરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે વાવની પેટા ચૂંટણી વિશે કહ્યું કે, માત્ર વાવ બેઠક જ નહીં દેશની 80 બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે. મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોમાં કમલ ખીલશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર