લાઇન તૂટી જતા વગર વરસાદે જળબંબાકારની સ્થિતિ, ભુવામાં ડુબતા સગીરને બચાવી લેવાયો

બુધવાર, 29 જૂન 2022 (12:13 IST)
ગાંધીનગર શહેરમાં ૨૪ કલાક પાણીનો પુરવઠો પહોંચાડવા માટે નવી પાણીની લાઇન નાંખવામાં આવી રહી છે તેની સાથે ગટર લાઇન માટેની કામગીરી પણ ચાલી રહી છે બન્ને એજન્સી દ્વારા શહેરના માર્ગોની બન્ને તરફ ખોદકામ કરવામાં આવી રહ્યું છે જો કે, યોગ્ય પુરાણ નહીં થવાને કારણે ઘણા સ્થળોએ ખાડા પણ પડી ગયા છે ત્યારે આજે શહેરના ઘ-૬ પાસે પાણીની લાઇન માટે ખોદકામ પ્રક્રિયા પુર્ણ થઇ ગયા બાદ એજન્સીના કર્મચારીઓ દ્વારા પુરાણ કરવામાં આવી રહ્યું હતું તે જ સમયે નીચે પસાર થઇ રહેલી પાણીની જુની લાઇન તૂટી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી અને આ સ્થને વગર વરસાદે મસમોટો ભુવો પણ પડી ગયો હતો.
 
ગાંધીનગર શહેરના ઘ-6 પાસે આજે સવારના સમયે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા જળબંબાકારની સ્થિતિ થઇ હતી અને અહી મસમોટો ભુવો પણ પડી ગયો હતો. આ જ સમયે એક સગીર પાણીમાંથી પસાર થવા જતા ભુવામાં ડુબવા લાગ્યો હતો તે સમયે ત્યાં હાજર વોર્ડ નં.પાંચના કોર્પોરેટરે પદમસિંહ ચૌહાણે સમયસુકતા દાખવીને આ સગીરને ડુબતો બચાવી દિધો હતો અને હેમખેમ બહાર કાઢ્યો હતો. સદનશીબે જાનહાની ટળી હતી પરંતુ ચોમાસા દરમિયાન આવા ભુવા અને તેમાં ડુબવાના તથા પટકાવાના બનાવો આ વખતે બનશે તે નક્કિ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર