ગુજરાતમાં મોનસૂનની સિઝનનો દોઢ મહિનો વિતી ગયો છે, પરંતુ હજુ સુધી જરૂરિયાત મુજબ વરસાદ તહ્યો નથી. તેના લીધે ખેડૂતો આતુરતા પૂર્વક વરસાદની રાહ જોઇ રહ્યા છે. જોકે હવામાન વિભાગની ભવિષ્યવાણી સાચી સાબિત થતાં મોનસૂનની સિઝનનો બીજો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઇ ગયો છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્સ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો હતો. વરસાદથી ના ફ્ક્ત લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે.
વરસાદ ખેંચાઇ જતા શહેરોની પાણી સમસ્યા તો કદાચ ઉકેલાઈ જાય, પરંતુ સૌથી વિપરીત અસર પડે તે ખેડૂતો પર. કચ્છમાં ભૂગર્ભ જળ પાંચસોથી બે હજાર ફૂટ સુધી નીચે ચાલ્યા ગયા છે, ત્યારે ખારાશ પણ વધી ગઈ છે. ખેતીલાયક પાણી ન રહેતા મહત્તમ આધાર વરસાદી પાણી છે. ચાલુ વર્ષે વરસાદ જરૂરિયાત કરતા ઘણો ઓછો પડ્યો છે. ખેડૂતોએ વાવણી કરી નાખી છે, પરંતુ સમયસર વરસાદ ન આવતા હવે વ્યર્થ જાય અને માંડ 25 ટકા પાક મળે તેવી સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી હતી.
હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મોહંતીએ સંવાદતાઓને કહ્યું કે 'ઓગસ્ટના બીજા સપ્તાહ બાદ ગુજરાતમાં સારા વરસાદની આશા છે. આગામી 5 દિવસમાં અમદાવાદ, દાહોદ, મહિસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગિર સોમનાથ, દીવ અને અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો બીજી તરફ ઓગસ્ટના બીજા સપ્તાહ બાદ ગુજરાતમાં સારા વરસાદની આશા છે.