ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી ૪૮.૪૨ ટકા વરસાદ: ૫૮.૧૮ લાખથી વધુ હેક્ટરમાં વાવેતર

શનિવાર, 3 ઑગસ્ટ 2019 (12:26 IST)
ગુજરાતમાં સરેરાશ ૮૧૬ મી.મી. વરસાદની સામે ૩૭૬.૫૬ મી.મી. એટલે કે, ૧૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જે રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૬.૧૫ ટકા વરસાદ પડી ચુકયો છે. જ્યારે ચાલુ વર્ષે એક દિવસમાં છ ટકા વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના સાત જેટલા તાલુકાઓમાં ૧૦૦ ટકાથી વણ વધુ વરસાદ પડી ગયો હતો. ગુજરાતના ૧૨ તાલુકાઓમાં ૧૦૦૦ મી.મી. કરતાં પણ વઘારે વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડ જિલ્લાના તમામ છ તાલુકાઓ, ડાંગ જિલ્લાના બે તાલુકા, નવસારી જિલ્લાના ત્રણ તાલુકાઓ, સુરત જિલ્લાના એક તાલુકાનો સમાવેશ થાય છે. જ્યારે ૪૦ તાલુકાઓમાં ૫૦૦ મી.મી.થી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં ત્રણ તાલુકાઓમાં ૫૦ મી.મી.આસપાસ વરસાદ જ પડ્યો હતો. જ્યારે કુલ ૨૦૪ જળાશયોમાં હાલ પાણીનો જથ્થો ૨૯.૩૫ ટકા છે. રાજ્યમાં હાલમાં કુલ ૫૮.૧૮ લાખથી વધુ હેક્ટરમાં વાવેતર થયુ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર