સૌરાષ્ટ્રમાં સૌથી વધુ, દક્ષિણ ગુજરાતમાં સતત ત્રીજા દિવસે વરસાદ
ટંકારા અને મોરબીમાં સૌથી વધુ 67 મીમી વરસાદ ખાબક્યો છે. જેથી નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સારા વરસાદથી ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 5.86 મીમી વરસાદ વરસ્યો છે. જૂન અને જુલાઈ મહિનામાં રાજ્યમાં કુલ 226.10 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 27.71 ટકા વરસાદ પડ્યો છે. જેમાં 106 તાલુકામાં 126-250મીમી વરસાદ, 55 તાલુકામાં 251-500મીમી, 13 તાલુકામાં 501થી 1000મીમી, 5 તાલુકામાં 1000મીમી, 53 તાલુકામાં 51-125મીમી, અને 19 તાલુકામાં 0-50મીમી વરસાદ ખાબક્યો છે.