અબડાસાના નલિયા, ભાનાડા, કોઠારા, વરાડીયા, સુાથરી, ભેદુ અને વાંકુ સહિતના ગામોમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર ઝાપટુ વરસ્યુ હતુ. જોતજોતામાં એકાથી દોઢ ઈંચ વરસાદ ખાબકયો હતો. દયાપર સહિતના આજુબાજુના ગામોમાં પણ ઝાપટુ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નખત્રાણા તાલુકાના નાગવીરી, કોટડા જ, માથલ, રવાપર, આમારા, મુરૃ, ઐયર વિગેરે ગામોમાં પણ વરસાદ થયો હતો. આ ગામોમાં હળવાથી માંડીને બે ઈંચ જેટલો વરસાદ થતા ખેડૂતો અને પશુપાલકો રાજીના રેડ થઈ ગયા હતા.