ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી પહેલાં જ રાહુલ ગાંધીની ટીમ ગાયબ

ગુરુવાર, 3 મે 2018 (13:10 IST)
વિધાનસભાની ચુંટણી પહેલા રાહુલગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઉભી કરવાં એક વર્ષ પહેલા પોતાની ટીમનાં સભ્યોને ગુજરાત માટે ખાસ પસંદગી કરીને મુક્યાં હતાં. જો કે લોકસભાની ચુંટણી પહેલા જ ગુજરાતમાંથી રાહુલ ગાંધીની ટીમ અલોપ થઈ ગઈ છે.રાહુલની નવસર્જન યાત્રાએ ગુજરાત કોંગ્રેસને વિઘાનસભામાં 80 જેટલી સીટો પણ જીતાડી, પરંતુ જે ગુજરાત માટે રાહુલ ગાંધી ઘણી અપેક્ષાઓ રાખી રહ્યાં છે. ત્યાં જ તેમની ટીમ એક વર્ષમાં જ તુટી ગઇ છે.

વિધાનસભામાં પહેલા અશોક ગેહલોતને ગુજરાતનાં પ્રભારી બનાવવામાં આવ્યાં હતાં, તો સાથે જ રાજીવ સાતવને સૌરાષ્ટ્રના સહપ્રભારી, જીતુ પટવારીને મઘ્ય ગુજરાતનાં પ્રભારી, વર્ષા ગાયકવાડને ઉતર ગુજરાતનાં પ્રભારી, હર્ષવર્ધન સપકાલને દક્ષિણ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ માત્ર વિધાનસભા નહિં પરતુ લોકસભાની આગવી તૈયારીઓનાં ભાગરૂપે ગુજરાતના પ્રભારીઓ બનાવ્યા હતાં.
જો કે વિધાનસભાની ચુંટણી બાદ ટીમ રાહુલ ગુજરાતને અલવીદા કહી ગયા છે.  અશોક ગેહલોતને રાષ્ટ્રીય કોંગ્રેસનાં મહાસચિવ બનાવાતા તેમને ગુજરાતના પ્રભારી તરીકેની જવાબદારીમાંથી કરીને સહપ્રભારી રાજીવ સાતવને પ્રભારી બનાવાયા. તો જીતુ પઠવારીને મઘ્યપ્રદેશનાં કાર્યકારી પ્રમુખ બનાવાતાં તેમને પણ ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે.
વર્ષા ગાયકવાડને મઘ્યપ્રદેશનાં સહપ્રભારી જવાબદારી સોપવામાં આવી છે. તો હર્ષવર્ધન સપકાલને પણ મઘ્યપ્રદેશ ચુંટણીને જવાબદારી આપવામાં આવી છે. એટલે રાજીવ સાતવ સિવાય તમામ સભ્યો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાંથી સ્થળાંતર થઈ ગયા છે અને તેમની જગ્યાઓ અન્ય સહપ્રભારીઓની હજુ નિમણુંક પણ કરવામાં આવી નથી.
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રભારી અને સહપ્રભારીઓનો ખુબ અગત્યનો રોલ રહ્યો છે.. જે રાહુલ ગાંધીને સીઘો રિપોર્ટ કરતાં હતાં. જો કે સિનીયર નેતાઓને પણ ચોખ્ખો હિસાબ આપીને સમજાવી દેતા હતા. જો કે એકતરફ રાહુલ ગાંધીએ ગુજરાતમાં નવુ યુવાં સંગઠન ઉભુ કરવાનું બીડું ઝડપ્યું છે. એવામાં નવા સંગઠનની કામગીરી ખુબ જ ધીમી ચાલવાની છે. તો સાથે જે સારા નહિ પરતું મારાઓને સ્થાન આપવની જુની પરંપરાવાળી થાય તો પણ નવાઈ નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર