ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભર ઉનાળે આભ ફાટ્યુ, રાજસ્થાન-આંધ્રપ્રદેશમાં 30ના મોત

ગુરુવાર, 3 મે 2018 (11:00 IST)
રાજસ્થાનમાં ભીષણ ગરમી વચ્ચે આવેલા વાવાઝોડાએ કોહરામ મચાવ્યો છે. રાજસ્થાનના 4 જીલ્લા, ભરતપુર, ઘૌલપુર, અલવર અને ઝુંઝનુમાં વધુ નુકશાન થયુ છે. ભરતપુરમાં 12 લોકોના મોત થયા છે. જ્યારે કે ઘૌલપુરમં 6, અલવરમાં 3 અને ઝુંઝનુમાં 1નું મોત થયુ. બુધવારે સાંજે લગભગ 7 વાગ્યે રાજસ્થાનમાં જોરદાર વાવાઝોડુ શરૂ થયુ. જેમા આ 4 જીલ્લામાં આંધી લગભગ 2 કિલોમીટર પ્રતિ રફ્તારથી ચાલવી શરૂ થઈ.  જેના કારણે અને મકાનના છપરાં ઉડી ગયા. હજારોની સંખ્યામાં ઝાડ અને વીજળીના થાંભલા પડી ગયા. 
વાવાઝોડાથી અનેક સ્થાને રેલવે લાઈન પર અવરોધ ઉભો થયો અને વાહનવ્હવ્હાર ઠપ્પ રહ્યો. ધૂળ ભરેલા વાવાઝોડાને કારણે આકાશમાં અંધારુ છવાય ગયુ અને વીજળી ગુલ થઈ ગએઈ જેનાથી લોકોને ખૂબ પરેશાની થઈ. આ જીલ્લામાં અત્યાર સુધી વીજળીની વ્યવસ્થા થઈ શકી નહી. 
 
રાજસ્થાન સરકાર તરફથી અનેક વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. બધા વિસ્તારમાં એનડીઆરએફની ટીમો રાહત કામ માટે ગોઠવવામાં આવી છે. 
હજુ તો મે નું પ્રથમ જ અઠવાડિયુ વીત્યુ છે કે રંગીલ રાજસ્થાનનો રંગ મોસમે બદરંગ કરી નાખ્યો છે. જે શહેર બપોર સુધી આકાશમાંથી વરસતી આગમાં બળી રહ્યુ હતુ  ત્યા સાંજ થતા સુધી વરસાદ અને વાવાઝોડાએ કોહરામ મચાવી દીધો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર