Rahul Gandhi Gujarat Visit - રાહુલ ગાંધી દાહોદ પહોંચ્યા, થોડી વારમાં કરશે આદિવાસે સત્યાગ્રહ રેલીને સંબોધન

મંગળવાર, 10 મે 2022 (12:35 IST)
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે દાહોદ આવી પહોચ્યા છે.  કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ સોમવારે જ દાહોદ ધસી આવેલા જોવા મળ્યા હતાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે  રાહુલ ગાંધી 'આદિવાસી સત્યાગ્રહ રેલી'ને સંબોધન કરવા દાહોદ પહોંચી ગયા છે. રાહુલ ગાંધી જ્યારે આવી પહોંચ્યા હતા તેમનુ આગમન થતા જ સમગ્ર સભામંડપ "જય આદિવાસી", જય જોહર અને લડેંગે જીતેંગેના નારાથી ગુંજી ઊઠ્યો હતો,  રાહુલ ગાંધીનું સ્વાગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત ઇન્ચાર્જ રઘુ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારમાં આદિવાસી પ્રજાને હેરાન કરવાના કાવતરાઓ ભાજપ દ્વારા થઇ રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો એ આદીવાસી હોય કે નોન આદિવાસી હોય એમણે બધાએ ગુજરાતના આદિવાસીઓની લડતને પોતાની લડત બનાવવાનું નક્કિ કર્યુ છે. જ્યારે અમે રાહુલ ગાંધી સાથે આ અંગે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે કહો ગુજરાત કે નૌજવાન આદિવાસીઓસે મેં ગુજરાત આઉંગા ઇનકી લડત કો સમર્થન કરુંગા અને એના ભાગરૂપે તેઓ અહિંયા આવ્યા છે.
તેમણે રાહુલ ગાંધીને સંબોધીને જણાવ્યું હતું કે આ આદિવાસી સમાજ તમને વચન આપે છે કી 27 ટ્રાઇબલ સીટ તો અમે આપીશું જ, પરંતુ એની સાથે જ 13 આદિવાસી પ્રભાવિત વિધાનસભા સીટ એમ 40 ની 40 સીટ કોંગ્રેસને આપીશું અને કોંગ્રેસની સરકાર બનાવીશું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર