દિવના દરિયામાં આગામી ત્રણ મહિના માટે ન્હાવાનો પ્રતિબંધ, જશો તો ફરિયાદ નોંધાશે, 144 લાગુ કરાઈ

શનિવાર, 4 જૂન 2022 (07:51 IST)
પર્યટન સ્થળ દીવમાં જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્માના આદેશ અનુસાર તા. 01 જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચો તેમજ દરિયામાં ન્હાવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પર્યાટકો બીચ પર હરી ફરી શકશે પરંતુ ન્હાવા કે દરિયામાં નહિ જઈ શકે. જેને લઈને દીવ પોલીસ વિભાગ દ્વારા પર્યાટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવી રહ્યા છે.

હાલ ચોમાસાની શરૂઆત થતી હોવાથી દરિયામાં વધુ પ્રમાણમાં કરંટ અને પવન સાથે મોટા મોજા થતા હોવાથી માનવ જીંદગીને દરિયામાં જવાનો ખતરો વધી જતો હોય છે. ત્યારે જિલ્લા કલેક્ટરે આ આદેશ જાહેર કરી કલમ 144 લગાડવામાં આવી છે. અને આ બાબતે કોઈ કાયદાનું ઉલ્લઘન કરશે તો IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આમ જો કોઈ વ્યક્તિ દરિયામાં ન્હાતા પકડાશે તો તેમની સામે એફઆરઆઈ પણ દાખલ થઈ શકે છે.આમ તો કાયમી ધોરણે અહીંયા પોલીસનો પહેરો જોવા મળે છે. જો કે, હવેથી પોલીસ સ્ટાફ સતત તૈનાત રહેશે અને જો કોઈ પ્રવાસી છાને ખુણે દરિયા નજીક ઘુસી ન્હાવાનો પ્રયાસ કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પણ પોલીસ પર્યટકો તેમજ સ્થાનિક લોકોને દરિયામાં જતા અટકાવતી જોવા મળી રહી છે. જોકે, દીવમાં આવનારા પર્યટકો શહેરમાં આવેલા ઐતિહાસિક સ્થળોએ ઉપર હરી-ફરી શકશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર