એક પંથ દો કાજ એટલે એક તીર બે નિશાનની કહેવત સર્વવિદિત છે. કોરોનાનું સંક્રમણ વધતું જતું હોવાછતાં બિન્દાસ માસ્ક વિના ફરતાં લોકોની હવે ખેર નથી. કારણ કે હવે પોલીસે માસ્ક વિના ફરતા લોકોને પાઠ ભણાવવા માટે એક ટીમ બનાવી છે. આ ટીમ માસ્ક વિના ફરતા લોકોના જે તે સ્થળથી ફોટા પાડીને વોટ્સએપ ગૃપમાં અપલોડ કરશે. આ વોટ્સઅપ ગ્રુપમાં 50 પોલીસ મથકના 50 પીઆઇ છે. ફોટા, વીડિયો તેમજ લોકેશનના આધારે પીઆઇ તેમની ટીમને આદેશ કરીને ઘટના સ્થળે મોકલશે. જે પછી નિયમ ભંગ કરનાર વ્યકિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને તપાસ કરશે.