. અમદાવાદમાં મોટા પેટવાળા પોલીસ કર્મચારીઓને હાલ નોટિસ આપવામાં આવી રહી છે. તેમને ચેતાવણી આપવામાં આવી રહી છે કે તેઓ પોતાનુ વધેલુ પેટ ઓછુ કરે. સાથે જ તેની જવાબી રિપોર્ટ પણ મોકલે. સંયુક્ત પોલીસ આયુક્ત અશોક યાદવે મિશન હેલ્થ હેઠળ બુધવાર અને ગુરૂવારના બે દિવસ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. આવુ બીજીવાર બન્યુ છે.
કાગડાપીઠ પોલીસ મથકમાં એએસઆઈ, કાંસ્ટેબલ સહિત પાંચ પોલીસકર્મચારીઓને વધેલા પેટને ઓછુ કરવા માટે નોટિસ પણ આપી. ગુરૂવારે ગોમતીપુર પોલીસ મથક પહોંચીને 25 પોલીસ કર્મચારીઓને પેટ ઓછુ કરવાની ચેતવણી આપે. પેટ ઓછુ કરવાની નોટિસ આપી હોય એવુ પહેલીવાર નથી બન્યુ. નવેમ્બર 2017માં પણ મોટા અધિકારી આવી સલાહ આપી ચુક્યા છે ખુદ અશોક યાદવે સેક્ટર 2 ના 12 પોલીસ સ્ટેશનના પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓની મુલાકાત લીહી. કુલ 97 જવાનો અને અધિકારીઓને પેટ ઓછુ કરવા, વજન ઓછુ કરવા માટે નોટિસ આપી હતી.