કોરોનામાં લગ્ન કરનારાઓની ઘરે પોલીસ મહેમાન બનીને આવી રહી છે

રવિવાર, 23 જાન્યુઆરી 2022 (16:29 IST)
ગુજરાતમાં  ત્રીજી લહેરમાં નોંધાતા કેસની સંખ્યામાં ખુબ ચિંતાજનક વધારો થયો છે. જેમાં કોરોના કેસ સંક્રમણમાં રાજ્યમાં લગ્ન પ્રસંગ અને સામાજીક આયોજનને કારણે વધ્યાનું તારણ બહાર આવ્યું છે. જેથી પોલીસે હવે લગ્નમાં નક્કી થયેલી સુચનાઓનો અમલ નહી કરનાર સામ આકરી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે  લગ્ન પ્રસંગનું આયોજન કરનારને 150 લોકોની સંખ્યાના નિયમનું પાલન કરવું જરૂરી છે. જો નિયમોનું પાલન કરવામાં આવતું ન હોય અને માસ્ક સાથે મહેમાનો જોવા ન મળે તો કાયદેસરની કાર્યવાહી કરવાનો પોલીસને આદેશ છે 
 
આ માટે પોલીસ  રાજ્યમાં અમલી બનેલ નવી કોરોના ગાઈડ લાઈન સખત અમલ માટે ભારે મથામણ કરી રહી છે. તેની વચ્ચે રાજકોટ પોલીસે નોંધણી કરાવ્યા વગર પ્રસંગ યોજતા કાર્યવાહી કરી છે. રાજકોટ પોલીસે અત્યાર સુઘી 62 જેટલા લગ્ન પ્રસંગોમાં તપાસ હાથ ધરી હતી. જેમાંથી 7 જેટલા લગ્નના આયોજકો નોધણી કરાવ્યા વગર અને 150ની મર્યાદા કરતાં વધુ લોકોને બોલાવતાં તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. અને તેઓની વિરૂદ્ઘ નોંધણી કરાવ્યા વગ પ્રસંગ યોજતા તેમજ સરકારની નવી ગાઈડ લાઈનનો ઉલ્લંધન કર્યો હોવાનું ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
 
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક બાદ નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 150 લોકો ખુલ્લા સ્થળે, બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત કરી શકવાની જોગાવાઈ કરવામાં આવી છે.આ સાથે DGP આશિષ ભાટિયાએ કહ્યું હતું કે લગ્નમાં 150 લોકોને મંજૂરી, રજીસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત છે, આ સાથે જ અન્ય નિયત સ્થળે મંજૂરી કરતા વધુ લોકો હશે તો કડક કાર્યવાહી થશે તેવી હામ ભરી છે.
 
મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 21,225 નવા કેસ નોંધાયા છે. આજે 9254 સાજા થયા અને 16 દર્દીના મોત થયા છે. હાલ 116843 એક્ટિવ કેસ છે. જેમાંથી 172 દર્દી વેન્ટિલેટર પર છે અને બાકીના તમામ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 895730 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે, તો 10215 દર્દીઓના મૃત્યુ થઇ ચૂક્યા છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ ઘટીને 87.58 ટકા પર પહોંચ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર