અમેરિકા-કેનેડા બોર્ડર પર ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરનારા 7 લોકોની ધરપકડ

રવિવાર, 23 જાન્યુઆરી 2022 (11:32 IST)
અમેરિકા-કેનેડા બોર્ડર પર ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 11 લોકોમાંથી એક જ પરિવારના ચાર સભ્ય માઈનસ 35 ડીગ્રી કાતિલ ઠંડીમાં થીજી ગયેલા હોવાની ઘટનાએ સૌકોઈને ચોંકાવી દીધા છે. આ ચારેય મૃતક કલોલ તાલુકાના ડિંગુચા ગામના હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી છે. જોકે આ બાબતને હજી સુધી સત્તાવાર સમર્થન નથી મળ્યું, પરંતુ બીજી તરફ આ 11 લોકોમાંથી 4 લોકોનાં મોત થયાં બાદ બાકીના 7 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. આ સાત લોકો પણ ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે. ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પકડાયેલા આ સાત લોકો માણસા, ગાંધીનગર અને કલોલ તાલુકાના રહેવાસી હોવાની આશંકાઓ છે.
 
ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પકડાયેલા આ સાત લોકો માણસા, ગાંધીનગર અને કલોલ તાલુકાના રહેવાસી હોવાની આશંકાઓ છે.
 
મહેશભાઈ વાડીલાલ પટેલ
વર્શિલ પંકજભાઈ ધોબી
અર્પિત કુમાર રમેશભાઈ પટેલ
પ્રિન્સકુમાર જ્યંતિભાઈ પટેલ
સુજિતકુમાર અલ્પેશભાઈ પટેલ
યશ દશરથભાઈ પટેલ
પ્રિયંકા કાંતિભાઈ ચૌધરી
શકમંદ એજન્ટની કડી મળી, લેપટોપ જપ્ત કર્યું
હચમચાવી દેતી આ ઘટનામાં પરિવારને ગેરકાયદે અમેરિકા મોકલવામાં કલોલના એક એજન્ટ અને તેના પેટા-એજન્ટનો રોલ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ બનાવ બાદ એક શકમંદ એજન્ટની કડી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ કલોલ પહોંચી છે, જ્યાંથી લેપટોપ પણ જપ્ત કર્યું છે. આ શકમંદ એ જ એજન્ટ છે કે નહીં એની ખરાઈ કરવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તપાસ કરી રહ્યા છે. ટૂંક સમયમાં આ એજન્ટની સંડોવણી છે કે નહીં એ અંગે ખુલાસો થઈ શકે છે.
 
પોલીસ ફરિયાદ મુજબ, આ તમામ લોકો ગુજરાતીમાં વાતો કરતા હતા. સ્નો હટાવી રહેલી ટ્રકના ડ્રાઇવરે કહ્યું હતું કે તેનો 19 જાન્યુઆરીના રોજ એજન્ટ શેન્ડ સાથે ભેટો થયો હતો. શેન્ડની ધરપકડ બાદ આ ભારતીયો કેનેડાની બોર્ડર પાર કરી રહ્યા હતા અને તેમને અમેરિકામાંથી કોઈ લેવા માટે આવી રહ્યું હોવાની આશંકા હતી. કેનેડામાં ઊતર્યા બાદ તેઓ સવા અગિયાર કલાક સુધી ચાલ્યા હતા. તેમની સાથે રહેલા 4 લોકો અગાઉથી તેમના લોકેશન પર આવી ગયા હતા. તેમની બેગમાંથી બાળકોનાં ડાયપર, રમકડાં, બાળકોની દવા, કપડાં મળ્યાં છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર