દિલ્હીમાં બીજેપી સસદીય દળની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના બલ્લામાર ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય પર પ્રધાનમંત્રી નરેન્દ્દ્ર મોદી સખત જોવા મળ્યા છે. નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ, 'કોઈનો પણ પુત્ર હોય, તેની આ હરકત સહન નહી કરવામાં આવે. જે લોકોએ સ્વાગત કર્યુ છે. તેમને પાર્ટીમાં રહેવાનો હક નથી. બધાને પાર્ટીમાંથી બાહર કરવા જોઈએ.'
આ મામલે બીજેપી સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યુ, કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયની ઘટના મામલે પ્રધાનમંત્રી નારાજ છે. તેમણે કહ્યુ છે કે આવો વ્યવ્હાર સ્વીકાર્ય નથી. ભલે તે કોઈનો પણ પુત્ર હોય. સાંસદ હોય. અહંકાર ન હોવો જોઈએ. ઠીક રીતે વ્યવ્હાર કરવો જોઈએ અને આવા લોકો પાર્ટીમાં ન હોવા જોઈએ. જો કે પ્રધાનમંત્રીએ કૈલાશ વિજયવર્ગીયનુ નામ તો નથી લીધુ પણ તેમના પુત્રનુ નામ લીધુ.
આકાશ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર છે. આ મામલે કૈલાશ વિજયવર્ગીયએ પોતાના ધારાસભ્ય પુત્ર આકાશને કાચો ખેલાડી બતાવ્યો. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ આ ખૂબ જ દુર્ભાગ્યપુર્ણ છે. મને લાગે છે કે આકાશ અને નગર નિગમના કમિશ્નર બંને પક્ષ કાચા ખેલાડી છે. આ એક મોટો મુદ્દો નહોતો. પણ તે ખૂબ મોટો બનાવી દેવામાં આવ્યો.'
શુ હતો મામલો
ઈન્દોરમાં નગર નિગમના દળ ગંજી કંપાઉંડ ક્ષેત્રમાં એક જુનુ મકાન પાડવા પહોંચ્યા હતા. જેની સૂચના મળતા ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય ઘટના સ્થળ પર પહોંચ્યા. જ્યા તેમની નગર નિગમના કર્મચારીઓ સાથે વિવાધ થઈ ગયો. ત્યારે આકાશ વિજયવર્ગીયએ ક્રિકેટની બેટ લઈને નગર નિગમના અધિકારીઓ સાથે બાથે ભીડ્યા. વિજયવર્ગીયએ બેટથી ઓફિસરો સાથે મારપીટ કરી. આ મામલે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલ પણ જવુ પડ્યુ. જો કે રવિવારે આકાશ જામીન પર મુક્ત કરવામાં આવ્યા.