PM મોદી બાંસવાડાના માનગઢ ધામે 'આદિવાસી નાયકો'ને શ્રદ્ધાંજલિ આપશે

ગુરુવાર, 27 ઑક્ટોબર 2022 (11:21 IST)
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના માનગઢ ધામની મુલાકાત લેશે, જે દરમિયાન તેઓ આદિવાસી ભીલ સમાજના 'નાયકો'ને શ્રદ્ધાંજલિ આપશે.
 
નોંધનીય છે કે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલ આ સ્થળે 17 નવેમ્બર 1913ના રોજ એકઠા થયેલા હજારો લોકો બ્રિટિશરો અને દેશી રજવાડાંના સૈનિકોએ પૂરી તૈયારી કરીને ગોળીઓ વરસાવી હતી.
 
જેમાં દોઢ હજાર કરતાં પણ વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
 
નોંધનીય છે કે ગુજરાત સહિત આસપાસનાં રાજ્યોની આદિવાસી પ્રજા માટે માનગઢ ધામ એક મહત્ત્વનું સ્થળ છે.
 
ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેને ધ્યાને લઈને વડા પ્રધાન મોદીની આ મુલાકાત આદિવાસી મતદારોને આકર્ષવા માટેનાં એક પગલાં તરીકે પણ જોવાઈ રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર