ભારત સરકાર બાળકોને ઈનોવેશન, સોશિયલ સર્વિસ, સ્કોલેસ્ટિક, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર અને બહાદુરી એમ છ કેટેગરીમાં તેમની અસાધારણ સિદ્ધિ બદલ PMRBP એવોર્ડ એનાયત કરે છે. આ વર્ષે, બાલ શક્તિ પુરસ્કારની વિવિધ શ્રેણીઓ હેઠળ દેશભરમાંથી 29 બાળકોને PMRBP-2022 માટે પસંદ કરવામાં આવ્યા છે.
એવોર્ડ મેળવનારાઓ દર વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં પણ ભાગ લે છે. PMRBP ના દરેક પુરસ્કાર મેળવનારને મેડલ, એક લાખ રુપિયા રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. રોકડ પુરસ્કાર PMRBP 2022 વિજેતાઓના સંબંધિત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.