પાટીદાર સમાજની દીકરીઓ પર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે હાઈકોર્ટમાં પીટિશન દાખલ

બુધવાર, 17 એપ્રિલ 2024 (15:41 IST)
તાજેતરમાં પાટીદાર સમાજની દીકરીઓ સામે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી આ ટિપ્પણીઓ મુદ્દે પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાનીને માફી માંગવા જણાવ્યું છે પણ કાજલ તેના નિવેદન પર સ્થિર રહેતા હવે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમણે સુરતમાં યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની દીકરીઓ અને ઉદ્યોગકારો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ મામલે કાજલ હિન્દુસ્તાનીએ હજી સુધી માફી માંગી નથી. 
 
ભાષણનો એક વીડિયો વાયરલ થયો અને વિવાદ પણ થયો
આ કેસમાં મોરબીના મનોજ પનારાએ વકીલ મારફતે કાજલ હિન્દુસ્તાની સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. એક મહિના પહેલા મોરબી પોલીસને અરજી આપ્યા બાદ પોલીસે ગુનો ન નોંધાતા મનોજ પનારાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હવે હાઈકોર્ટમાં આ પિટિશન પર 19 એપ્રિલે સુનાવણી થશે. કાજલ હિંદુસ્તાની વર્ષ 2023ની ત્રીજી જૂને સુરતમાં ભાષણ કરી રહ્યાં હતા. એ 50 મિનિટના ભાષણમાં એમણે વિવિધ સમાજમાં લવજેહાદ વિશે વાત કરી, પણ કાચુ ત્યારે કપાયુ જ્યારે મોરબી અને પાટીદાર સમાજની વાત કરી હતી. તેમના ભાષણનો એક વીડિયો વાયરલ થયો અને વિવાદ પણ થયો. 
 
પાટીદાર દિકરીઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી
કાજલ હિન્દુસ્તાનીએ ભાષણમાં કહ્યું હતું કે, મુદ્દો મુસ્લિમ યુવકો સાથે પાટીદાર દીકરીઓની ફ્રેન્ડશીપનો છે.એ યુવકોને 40 લાખની ગાડી અપાવવાનો છે અને એ દીકરીઓની મમ્મીઓ રીલ બનાવવામાં વ્યસ્ત છે અને પપ્પા બિઝનેસમાં વ્યસ્ત છે.આ જ મુદ્દે પાટીદાર સમાજના નેતાઓ ગુસ્સે ભરાયા છે. કાજલ હિંદુસ્તાની મોરબીની પટેલ દીકરી વિશે બોલ્યા હતા. 7 દીકરીનો નામ વિના ઉલ્લેખ કર્યો હતો. પટેલ સમાજની 7 દીકરીના મુસ્લિમ બોયફ્રેન્ડ છે. દીકરીઓએ ઘરેથી ચોરી કરી મુસ્લિમ યુવકોને કાર ગિફ્ટ કરે છે. દીકરીઓએ માતા-પિતાની વ્યસ્તતાનો લાભ ઉઠાવ્યો તેમજ કેટલાક કેસમાં FIR થઇ હોવાનું ખુલ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર