ઘરેલું ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાના ઓચિંતા અને વધુ પડતા ભાવ વધારા સામે ગુરૂવારે પૂર્વ અમદાવાદમાં અમરાઇવાડી પોસ્ટ ઓફિસ વિસ્તારમાં વાલભાનગર, પ્રેમનગરના શ્રમજીવી પરિવારોએ વિરોધ પ્રદર્શન યોજીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાગળ, પ્લાસ્ટિક વીણનારા, ખાડા ખોદનાર, કડિયાકામ કરનાર, લારી ચલાવનાર, ફેક્ટરીમાં કામ કરનારા હજારો પરિવાર માટે સિલિન્ડરના 1,060 રૂપિયા કાઢવા મોટા આર્થિક બોજા સમાન છે. આવા પરિવારો દયનિય સ્થિતિમાં મુકાઇ ગયા છે. ભાવ વધારો અસહનિય લાગતા આ પરિવારો રોડ પર ઉતરીને વિરોધમાં જોડાયા હતા.