પાટીદારોએ કુળદેવીનુ મંદિર બનાવવા માટે ત્રણ કલાકમાં એકત્ર કર્યા 150 કરોડ રૂપિયા !!

મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (15:10 IST)
ગુજરાતમાં પાટીદારોએ વિશ્વ ઉમિયા ફાઉંડેશન (વીયૂએફ)એ મંદિર અને કમ્યુનિટી કૉમ્પ્લેક્સ માટે 3 કલાકમાં 150 કરોડ રૂપિયા એકત્ર કર્યા. રવિવારે પાટીદાર સમાજના લોકોએ વીયૂએફની પ્રથમ બેઠક બોલાવી હતી. તેમા લોકોને અમદાવાદમાં 40 એકરમાં બનાવવામાં આવનારા ઉમિયાધામ મંદિર માટે દાનની અપીલ કરવામાં આવી. લોકોએ દિલ ખોલીને સરેરાશ દર મિનિટે 84 લાખ રૂપિયા દાન કર્યા. 

શ્રાવણમાં ન કરવા જોઈએ આ 10 કામ
 
ઉમિયાધામમાં કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાનુ ભવ્ય મંદિર બનશે. આ સાથે જ અહી હોસ્પિટલ, સ્પોર્ટ્સ અને કલ્ચર કોમ્પ્લેક્સ, એજ્યુકેશન ઈંસ્ટીટ્યુટ અને યુવક-યુવતીઓ માટે હોસ્ટલ પણ બનાવાશે. આ પ્રોજેક્ટનુ રોકાણ લગભગ એક હજાર કરોડ રૂપિયા છે.  અમેરિકામાં હોટલ ચલાવનારા સીકે પટેલ તેના સંયોજક છે. તેમણે જણાવ્યુ કે ઉમિયા ફાઉંડેશને 100 કરોડ રૂપિયા એકત્ર કરવાની અપીલ કરી હતી. પણ 150 કરોડ મળ્યા. કોઈ સામાજીક કાર્ય માટે આટલા ઓછા સમયમાં સૌથી વધુ રકમ જમા કરવમાં આવી છે. 
 
મુંબઈના પટેલ પરિવારે આપ્યા 51 કરોડ - 150 કરોડની રકમમાં 51 કરોડ મુંબઈના પટેલ પરિવારે આપ્યા. આ પરિવાર થોડા વર્ષ પહેલા મહેસાણાથી મુંબઈ શિફ્ટ થયો હતો  પરિવાર 7 વર્ષ પહેલા ગોરેગાવમાં ઉમિયા માતાના મંદિર માટે જમીન આપી ચુક્યુ છે.  હરિદ્વારમાં ઉમિયા ધામ બનાવવા માટે 71 લાખ રૂપિયા દાન કર્યા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર