પુરુષોત્તમ રુપાલા ઉવાચઃ દેશના વિકાસ માટે પેટ્રોલ- ડિઝલનો ભાવ વધારો જરુરી છે

શનિવાર, 6 જુલાઈ 2019 (13:35 IST)
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાએ બજેટમાં જાહેર થયેલો પેટ્રોલ ડિઝલનો ભાવ વધારો યોગ્ય
ઠેરવતા તેને રાષ્ટ્ર વિકાસ માટે જરૂરી હતો. રૂપાલાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે પેટ્રોલ ડિઝલનો ભાવ વધારો જરૂરી છે. રૂપાલાએ વડોદરામાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમમાં આવેલા રૂપાલાએ રાજ્યસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલાએ કરેલા ક્રોસ વોટિંગ મુદ્દે નિવેદન આપ્યું હતું. રૂપાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસે ક્રોસ વોટિંગની ચિંતા કરવાની જરૂર છે.

બજેટથી નારાજ લઘુ ઉદ્યોગોની નારાજગી અંગે રૂપાલાએ જણાવ્યું હતું કે ઉદ્યોગોએ બજેટને સમજવાની જરૂર છે. બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર સેસ લગાવવાને કારણે લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. દેશમાં આજથી પેટ્રોલ 2.50 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 2.30 પૈસા પ્રતિ લિટર મોંઘુ થઇ ગયું છે આ અંગે એક્સપર્ટ્સનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થવાથી મોંઘવારીની આશંકા વધી ગઈ છે. દેશની મોટોભાગની પરિવહન વ્યવસ્થા ડીઝલના વાહનો ઉપર નિર્ભર છે. ડીઝલની કિંમત વધવાથી પરિવહનમાં ખર્ચ વધશે. જેના કારણે વસ્તુઓની કિંમતો વધશે. આ સિવાય નોકરી કરતા લોકોને હવે પેટ્રોલમાં વધારે ખર્ચ કરવો પડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર