બજેટ - 13 લાખની કમાણી પર નહી લાગે ટેક્સ, આ છે કૈલક્યુલેશન

શનિવાર, 6 જુલાઈ 2019 (12:21 IST)
મોદી સરકારના બીજા કાર્યકાળનુ પ્રથમ બજેટ રજુ થઈ ચુક્યુ છે. આ બજેટમાં મધ્યમ વર્ગ માટે ટેક્સ મોરચે કોઈપણ મોટી રાહત મળી નથી. તેમ છતા બજેટમાં એક એવુ એલાન થયુ છે જેની મદદથી તમે 13 લાખ રૂપિયા સુધીની તમારી કમાણીને ટેક્સ ફ્રી કરી શકો છો. આવો જાણીએ શુ થયુ છે એલાન અને 13 લાખ રૂપિયા સુધીની કમાણી પર ટેક્સ બચાવવા માટે શુ છે કૈલકુલેશન 
 
સૌ પહેલા જાણીએ શુ થયુ છે એલાન 
 
ઉલ્લેખનીય છે કે સરકારે બજેટમાં 45 લાખ સુધીના મકાન ખરીદનારાઓને લોનના વ્યાજ પર 1.5 લાખની અંતરિમ છૂટનુ એલાન કર્યુ છે.  પહેલા આ છૂટ 2 લાખ સુધીની હતી જે હવે વધીને 2.50 લાખ થઈ જશે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક વ્હીકલના લોનમાં 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે. આ બધનઓ ફાયદો ઉઠાવીને તમે 13 લાક રૂપિયા સુધીની વાર્ષિક કમાણી પર પ્ણ ટેક્સથી બચી શકો છો. 
 
આવો ઉદાહરણથી સમજીએ 
 
માની લો કે રમેશની વાર્ષિક કમાણી 13 લાખ રૂપિયા છે હવે આ રકમથી સ્ટૈડર્ડ ડિડક્શનને (50 હજાર રૂપિયા) ઓછી કરી દો. સ્ટેડર્ડ ડિડક્શન એ એક એવી રકમ છે જેને સેલેરીમાંથી થયેલી આપની કુલ કમાણીમા6થી ઘટાડવામાં આવે છે અને ત્યારબાદ ટેક્સેબલ ઈનકમનુ કૈલકુલેશન કરવામાં આવે છે. કહેવાનો મતલબ છે કે આ ડિડક્શન પછી રમેશની વાર્ષિક કમાણી 12 લાખ 50 હજાર રૂપિયા થઈ જાય છે. 
 
હવે આગળ શુ 
 
હવે રમેશને 12 લાખ 50 હજાર રૂપિયાની કમાણીમાંથી 80C હેઠળ એલઆઈસી કે મ્યુચુઅલ ફંડ વગેરેમાં રોકાન કરવુ પડશે. આ રોકાણ પર 1 લાખ 50 હજાર રૂપિયા સુધીની છૂટ મળી જશે.  આ છૂટ પછી રમેશની વાર્ષિક ટેક્સેબલ કમાણી 11 લાખ રૂપિયા રહી જશે. હવે રમેશને મેડિકલ ઈશ્યોરેંસ અને એનપીએસ સ્કીમ હેઠળ ક્રમશ 50-50 હજાર રૂપિયા સુધીની છૂટનો ફાયદો મળી જશે. 
 
આ ઉપરાંત રમેશ ઈ વાહનના લોનમાં 1 લાખ્ક 50 હજાર રૂપિયાની છૂટ લઈ શકે છે. આ બધી છૂટ પછી રમેશની ટેક્સેબલ ઈનકમ 8.50 લાખ રૂપિયા રહી જાય છે. હવે રમેશ હોમ લોનના વ્યાજ પર 3.50 લાકુ રૂપિયાની છૂટ લઈ શકે છે. આ છૂટ પછી તમારી વાર્ષિક કમાણી 5 લાખ રૂપિયા રહી જાય છે. 
 
હવે ઉલ્લેખનીય છે કે 5 લાખ રૂપિયાની કમાણી ટેક્સ ફ્રી છે. તેથી આ રકમ પર કોઈ ટેક્સ નહી આપવો પડે. કહેવાનો મતલબ છે કે જો તમે 13 લાખ રૂપિયા વાર્ષિક કમાણી કરો છો તો 7 લાખ 50 હજાર રૂપિયા સુધીના રોકાણ કે છૂટનો ફાયદો ઉઠાવીને ટેક્સેબલ કમાણીને 5 લાખ રૂપિયા સુધી પર લાવી શકો છો. ત્યારબાદ 5 લાખની કમાણી પર પન ટેક્સ ફ્રી નો ફાયદો મળી જશે. 
 
આ છે કૈલક્યુલેશન 
 
તમારી વાર્ષિક કમાણી 13 લાખ રૂપિયા 
 
સ્ટેડર્ડ ડિડક્શન (-50  હજાર રૂપિયા = 12 લાખ 50 હજાર રૂપિયા મતલબ હવે તમને 12 લાખ 50 હજાર રૂપિયાના હિસાબથી રોકાણ દ્વારા છૂટ મળશે. 
 
આ રકમ પર છૂટ કે લાભ આ રીતે લઈ શકો છો 
 
હોમ લોન પર વ્યાજ - 2 લાખ રૂપિયા 
80 સી હેઠળ છૂટ - 1 લાખ 50 હજાર રૂપિયા 
મેડિકલ ઈશ્યોરેંસ - 50 હજાર રૂપિયા 
એનપીએસ - 50 હજાર રૂપિયા 
હોમ લોન પર વ્યાજમાં વધુ છૂટ - 1 લાખ 50 હજાર રૂપિયા 
ઈ વાહનના લોનમાં છૂટ - 1 લાખ 50 હજાર રૂપિયા 
 
તમારી વાર્ષિક કમાણી 12.50 લાખ રૂપિયામાંથી આ રકમ ઘટાડવી પડહે. મતલબ 12.50 લાખ રૂપિયા - 7.50 લાખ રૂપિયા = 5 લાખ રૂપિયા 
5 લાખ રૂપિયા સુધીની ઈનકમ ટેક્સ ફ્રી છે તેથી આ રકમ પર કોઈ ટેક્સ નહી આપવો પડે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર